Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કોંગ્રેસ લોકસભા બેઠકના આઠ ઉમેદવારો મોડી રાત્રે જાહેર કરશેઃ પેટાચુંટણીના ઉમેદવારોની પેનલો તૈયાર

લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા બાદ જ્ઞાતિવાદી સમીકરો ધ્યાને લઇ ધારાસભાના ઉમેદવારોની થશે જાહેરાત

રાજકોટઃ તા.૨૨, ગુજરાતની લોકસભા બેઠકોના ઉમેદવારોનું અંતિમ લીસ્ટ કોંગ્રેસ ૨૪મી બાદ જાહેર કરશે. કોંગ્રેસના આધારભુત વર્તુળોના જણાવ્યા મુજબ આજે મોડી રાત્રે કોંગ્રેસ ગુજરાતની આઠ બેઠકોના ઉમેદવાર જાહેર કરશે. જેમા કચ્છ, પોરબંદર, પંચમહાલ, આણંદ, નવસારી , અમદાવાદ પૂર્વ કે પ્રશ્ચિમ સહિતની બેઠકનો સમાવેશ થાય છે.

 જે બેઠકો ઉપર ધારાસભાની પેટાચુંટણી યોજાવાની છે. તે તમામ પાંચ બેઠકોના સંભવિત ઉમેદવારોની પેનલો તૈયાર થઇ ગઇ છે. રાષ્ટ્રીય કમિટિ આખરી નિર્ણય કરશે. પરતું લોકસભાની તમામ બેઠકોની જાહેરાત થયા બાદ ધારાસભાની પેટાચુંટણી ઉમેદવારોની જાહેરાત કરાશે.

સુત્રોના જણાવ્યા મુજબ આજે રાત્રે ૮ બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ સૌરાષ્ટ્રને તમામ બેઠકો માટેની ચર્ચા દિલ્હી હાઇકમાન્ડ ૨૪મી કરશે અને ત્યારબાદ નામોની જાહેરાત થશે.

(4:00 pm IST)