Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ડીસામાં ખેડૂતોની જાણ વગર ખાતામાંથી બેંકે ડાયરેક્ટ પૈસા ઉપાડી લીધા :મેનેજર દ્વારા અમાનવીય વર્તન !

પૈસા ઉપાડી ક્રોપ લોનમાં જમા કરી નાખ્યા :ખેડૂતોએ કલેક્ટર અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું

 

ડીસા :બનાસકાંઠા જિલ્લાના  ખેડૂતોને નવી મુસીબત વહોરવી પડી છે એક બાજુ ચોમાસા દરમિયાન વરસાદ નહીં થતા પાક નિષ્ફળ ગયો હતો બીજી બાજુ ખેડૂતોને પાક નિષ્ફળ થવાથી સરકાર દ્વારા સહાય કરાઈ હતી જે સહાયના પૈસા ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જમા કરાયા હતા પૈસા બેંક દ્વારા બારોબાર ઉપાડી લેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

  અંગે મળતી વિગત મુજબ ડીસાના ઢેઢાલ ગામના ખેડૂતો જ્યારે ડીસામાં કોર્પોરેશન બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયા ત્યારે એકાઉન્ટમાં પૈસા પહેલાંથી ઉપડી ગયા હતા. જ્યારે બાબતે ખેડૂતો બેંક મેનેજરને જાણ કરવા ગયા ત્યારે મેનેજરે જવાબ આપ્યો કે, તમારા પૈસા અમે ઉપાડીને જે ક્રોપ લોન ઉપાડી છે તે લોનમાં જમા કરી દીધા છે.

  અંગે ખેડૂતોએ કહ્યું કે, અમારી જાણ વગર તમે કેવી રીતે પૈસા ઉપાડી શકો. ત્યારે મેનેજર ઉશ્કેરાઈ ગયા હતા અને ખેડૂતો સાથે અમાનવીય વર્તન પણ કર્યું હતું. સાથે કહ્યું હતું કે, તમારાથી જે થાય તે કરી લેજો, અમને કંઈ ફરક નહીં પડે. ઉપરાંત ખેડૂતોને ધક્કા મારીને બેંકબહાર કાઢી દીધા હતા. જોકે, ખેડૂતોનું કહેવું છે કે, હજુ ક્રોપના બેથી ત્રણ મહિના બાકી હોવા છતાં શા માટે ખેડૂતોના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા અને ઉપાડ્યા તો કેમ ખેડૂતોને જાણ પણ કરવામાં આવી નહીં.

  કોર્પોરેશન બેંક  દ્વારા ખેડૂતો સાથે અન્યાય થતાંઆ બાબતે ખેડૂતોએ કલેક્ટર અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું.એકબાજુ ખેડૂતો પાસે નવી ખેતી કરવા માટે પૈસા નથી અને બીજી બાજુ આવી રીતે બેંકો દ્વારા પૈસા ઉપાડી લેતાં હાલ ખેડૂતોની હાલત કફોડી બની છે. એકર દીઠ 6700 રૂપિયા આપવામાં આવ્યા હતા.ખેડૂતોનું કહેવું છે કે, અમારા ખાતામાં જ્યારે પૈસા જમા થયા ત્યારે અમે ખૂબ ખુશ હતા.હાલ નવા વાવેતર કરવા માટે પૈસાની આશાએ બેઠા હતા. પરંતુ જ્યારે ઉપાડવા ગયા ત્યારે પૈસા ના મળતા રોષ જોવા મળ્યો હતો.

(11:48 pm IST)