Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

વડોદરામાં છેલ્લા 28 દિવસમાં 6 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા

ધોરણ 10 અને ધોરણ 12ના ચાર વિદ્યાર્થીઓ અને ધોરણ 8ની વિદ્યાર્થીનો આપઘાત

 

વડોદરા :બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હાથીખાના વિસ્તારની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી હતી. પરીક્ષામાંનાપાસ થવાના ડરથી પગલું ભર્યું હોવાની શંકા સેવાઇ રહી છે. સાથે બોર્ડની પરીક્ષાના પરિણામના ડરથી આત્મહત્યાના બનાવનો આંક સાથે પાંચ ઉપર પહોંચ્યો છે. છેલ્લા 28 દિવસમાં વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ના ચાર વિદ્યાર્થીઓ ઉપરાંત ધોરણ 8ની વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.

 

વડોદરા શહેરના હાથખીના રાામદેવપીરની ચાલીમાં રહેતી 16 વર્ષીય કાજલ કનુભાઇ તડવી ધોરણ 10માં આર્યકન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. મંગળવારે તેણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું સંસ્કૃતની પરીક્ષાનું પેપર આપ્યું હતું. મંગળવારે ઘરે આવ્યા બાદ પણ તેને પરીક્ષાનું પેપર ખરાબ ગયું હોવા અંગે કોઇ વાતચીત કરી હતી.
   
જોકે, પરીક્ષા દરમિયાન પણ પેપર વિશે તેને પરિવારમમાં કોઇ વાત કરી ના હતી. બુધવારે બપોરે ઘરમાં એકલી હતી. ત્યારે કાજલે છતના હુક સાથે સાડી બાંધી ફાંસો ખાઇ જીવન દોરી ટૂંકાવી નાખી હતી. વિશે તે કોઇને કશું કહી ના શકી હોય અને ડરથી તેને આપગલું ભર્યું હોવાની શંકા પરિવારજનોને છે. કારેબાગ પોલીસે અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે

    અત્રે ઉલ્લેખનીય છે કે, સમા-અભિલાષા વિસ્તરામાં રહેતી યક્ષા પ્રજાપતિ ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થિની હતી. પરીક્ષા રૂ થતાં પહેલા યક્ષા ટેન્શનમાં હતી. ગત 21મી ફેબ્રુઆરીએ ઝેરી ગોળીઓ ખાધી હતી. બીજા દિવસે તે સારવાર દરમિયાન મોતને ભેટી હતી. ઉપરાંત ફતેગંજમાં અદ્વૈત સલાટ ધોરણ 12 સાસન્યનો વિદ્યાર્થી હતો. ફીઝીક્સનું પેપર આપ્યા બાદ તે હતાશ રહેતો હતો. દરમિયાન તેને ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો
    અન્ય આત્મહત્યાની વાત કરીએ તો છાણી ટીપી 13 વિસ્તારમાં રહેતો વિશાલ પરમાર ધોરણ 12ની પરીક્ષા એક્સ સ્ટુડન્ડ તરીકે આપતો હતો. વિશાલે પણ પરીક્ષાના ટેન્શનમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. ઉપરાંત કપુરરાઇ ગામમાં અભિષેક પરમારે ધોરણ. 10ની પરીક્ષાના ગણિતના પેપરમાં પાસ નહીં થવાના ડરે વાવમાં ભુસ્કો મારી આપઘાત કર્યો હતો. તેમજ ગદાપુર ગામમાં રહેતી નેહલ હેમરાજ રબારીએ ધોરણ 8માં નાપાસ થવાના ડરથી ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી હતી. જ્યારે કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિની કાજલ તડવીએ ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી હતી

 

(1:05 am IST)
  • ચીનના જિઆંગ્સૂ પ્રાંતના યાનચેંગમાં કેમિકલ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં ભીષણ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 47 થયો :600થી વધુ લોકો ઘાયલ :3000થી વધુ શ્રમિકો અને લગભગ 1000 રહીશોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા : આગ પર કાબુ મેળવી લેવાયો:ઘાયલોને 16 હોસ્પિટલોમાં ખસેડાયા :અંદાજે 640 લોકો હોસ્પિટલમાં દાખલ :32ની હાલત હજુ ગંભીર :અને 58 અન્યને ગંભીર ઈજાઓ access_time 12:39 am IST

  • ગુજરાતના ઉમેદવારોની યાદી લઇ સીએમ વિજયભાઇ રૂપાણી દિલ્હી જવા રવાનાઃ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા પણ રવાના : આવતીકાલે શુક્રવારે સવારે પીએમ મોદી સાથે સીએમ રૂપાણી કરશે ચર્ચા access_time 6:54 pm IST

  • પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર : ભારત સરકારે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમીશન ખાતે યોજાનાર પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર જાહેર કર્યો છેઃ આ બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરી અલગાવવાદીઓને નિમંત્રણ આપ્યું છેઃ આ સંમેલનમાં સામાન્ય રીતે ભારત દ્વારા પ્રધાન લેવલની હસ્તી ભાગ લેતી હોય છે, તે હવે નહિ જાય access_time 3:58 pm IST