Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

રાજકોટ બીમારીના ભરડામાં ;વડનગરમાં શબવાહિનીનો અભાવ :અમદાવાદ અને વડોદરામાં સ્ટાફની ભારે અછત

રાજ્યમાં એઈમ્સના ગોકીરા વચ્ચે વિધાનસભામાં આરોગ્ય પ્રશ્નોત્તરીમાં થયા ચોંકાવનારા ખુલાસા

 

ગાંધીનગર :રાજ્યમાં આરોગ્ય સ્થિતિ કથળેલી હાલતમાં હોવાનું વિધાનસભાની પ્રશ્નોત્તરીના ખુલાસા પરથી ફલિત થઇ રહયું છે પ્રશ્નોત્તરીમાં વાતનો ખુલાસો થયો છે કે મુખ્યમંત્રીનો હોમ ટાઉન રાજકોટ જિલ્લો બીમારીના ભરડામાં છે જયારે વડાપ્રધાનના હોમટાઉન વડનગર સરકારી હોસ્પીટલમાં શબવાહિની નાં હોવાનો ખુલાસો થયો છે.

  રાજ્યમાં એઈમ્સ હોસ્પિટલ મામલે ગૃહમાં બે પક્ષ વચ્ચે ઝઘડા-ગોકીરા વચ્ચે પ્રશ્નોતરીમાં વાતનો ખુલાસો થયો છે.

   ઋત્વિક મકવાણાએ પુછેલા સવાલમાં સરકારે કબુલાત કરી છે કે રાજકોટમાં છેલ્લા વર્ષમાં સ્વાઈન ફ્લુના ૧૩૫ કેસ નોંધાયા છે જયારે ડેન્ગ્યુંના ૪૦૦ કેસ નોંધાયા છે અને ઝેરી મેલેરીયાના ૧૦૫ નોંધાયા છે.જયારે વડનગર મેડીકલ કોલેજ અને હોસ્પિટલ છે પરંતુ તેમાં શબવાહિની નહી હોવાનો ખુદ સરકારે કબૂલ્યુ છે. હોસ્પિટલમાં કાયમી ધોરણે સરકારી શબવાહિની મળી રહે તેના માટે સરકારનું કોઈ આયોજન નહીં હોવાનું ખુદ સરકાર જણાવી રહી છે

 બીજીતરફ  સરકારી કોલેજો અને હોસ્પીટલમાં સ્ટાફની અછત હોવાની સરકારે કબુલાત કરી રહી છે. જેના કારણે અનેક દર્દીઓની હાલત કફોડી બની રહી છે અમદાવાદ ખાતે આવેલી બીજે મેડીકલ કોલેજ ખાતે ૮૧૪નું મંજુર મહેકમ છે. જેની સામે માત્ર ૫૯૨ની ભરતી કરવામાં આવી છે. ૮૦ ટકા વર્ગની જગ્યાઓ ખાલી પડી છે. તો બરોડા સરકારી હોસ્પીટલમાં પણ કંઈક આવી પરિસ્થિતિ છે. ૭૭૫નું મંજુર મહેકમ છે જેની સામે ૫૫૦ જગ્યા ખાલી છે. જેના કારણે સ્ટાફને પણ કામનું ભારણ વધી રહ્યું છે. પરંતુ સરકાર માત્ર ફિક્સ પગાર કે કરાર આધારિત ભરતી કરી રહી છે.

 

(1:28 am IST)