Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

અડાલજ નજીક સોસાયટીના બંધ મકાનમાંથી 1.74 લાખના દાગીનાની તસ્કરી

ગાંધીનગર:શહેર નજીક આવેલા અદાણી શાંતિગ્રામ વસાહતમાં રહેતાં મહીલા વકીલના બંધ મકાનનું તાળું ખોલી કોઈ ચોર ઈસમો સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૭૪ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા છે. ઘરે પહોંચેલા મહિલાને આ ચોરીની ઘટના અંગે જાણ થતાં અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. જેના કારણે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. જો કે આ ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શક્યતા પોલીસ સેવી રહી છે અને તે દિશામાં તપાસ શરૃ કરવામાં આવી છે. આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલી અડાલજ શાંતિગ્રામ વસાહતમાં આંગન વીંગમાં ઈ/૧ માં મકાન નં.પ૦૩માં રહેતા અને ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય કરતાં કૃપાલીબેન ભટ્ટને ગઈકાલે સાંજે કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહયું હતું કે તમે અદાણી શાંતિગ્રામ તરફ આવ્યા હતા. તમારૃ પર્સ મળી આવ્યું છે જેથી કૃપાલીબેને હું શાંતિગ્રામમાં જ રહું છું તેમ કહયું હતું. જો કે તેમનું પર્સ નીચે કેવી રીતે પહોંચ્યું તે વિચારી તેઓ તુરંત જ ત્યાં પહોંચ્યા હતા. આ પર્સ તેમના બેડરૃમમાં રહેતું હતું. જેથી તેમણે તેમના બંધ મકાનનું તાળું ખોલીને તપાસ કરતાં દાગીના અને રોકડ મળી ૧.૭૪ લાખની મત્તા ચોરાઈ હોવાનો પણ અંદાજ આવ્યો હતો.
 

(6:12 pm IST)