Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ડીસા: સીપુ કેનાલના પાણીનો સંગ્રહ કરતી ટાંકીમાં ભંગાણ થતા લાખો લિટરનો પાણીનો જથ્થો વેડફાયો

ડીસા: તાલુકાના થેરવાડા ગામે સીપુ કેનાલના પાણી સંગ્રહ કરતી ટાંકીમાં ભંગાણ થતાં લાખોલિટર પાણી જમીનમાં વેડફાયું હતું. આ ટાંકીમાં ભંગાણ થતાં સ્થાનિકોએ સીપુ ડેમ સત્તા મંડળને જાણ પણ કરી હતી.
સીપુ ડેમની કેનાલ મારફતે ધાનેરા અને ડીસાના કેટલાક ગામોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે. આ કેનાલની ટાંકી થેરવાડા નજીક મોડી રાત્રે તૂટતાં તેમાંથી ધસમસતું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું. રાત્રી સમયે બનેલ આ ઘટનાની જાણ ખેડૂતોએ સીપુ ડેમ સત્તા મંડળને કરી હતી. રાત્રી સમયે અહીં કોઈ ફરક્યું ન હતું.
જેનાથી આખી રાત કેનાલમાંથી આવતું પાણી ટાંકુ તુટતાં આજુબાજુના ખેતરોમાં રેલાયું હતું. સવારે સીપુ ડેમ નહેર વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને ટાંકાના ગાબડાનું રીપેરીંગ કામ કર્યું હતું.
સીપુ ડેમ નહેર વિભાગના કર્મચારીઓની ગંભીર બેદરકારીથી અહીં રાતભર પાણીનો બગાડ થતો હતો. જેનાથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.

(6:08 pm IST)