Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ડીસાના ધાનેરા હાઇવે પર ટ્રકમાંથી 22 લાખની લૂંટ ચલાવી ગઠિયા છનનન....

બનાસકાંઠા:જિલ્લાના ડીસામાં અનોખી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં ડીસા ધાનેરા હાઈવે પર એક ટ્રક લૂંટવામાં આવ્યો છે જેમાં 22 લાખ રૂપિયાની કિંમતનું જીરું હતું.

ડીસા ધાનેરા હાઈવે પર આશરે રૂપિયા 22 લાખની કિંમતનું જીરું  ભરેલી ટ્રક, રાજસ્થાનથી ઉંઝા તરફ જતી હતી ત્યારે કોઈ અજાણ્યા સખ્શોએ ટ્રક ડ્રાઈવરને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી.

આ મામલે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(5:59 pm IST)