Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ભરૂચ નેશનલ હાઇવે ઉપરના અસુરીયા પાટીયા પાસે ટેન્કરની ટેન્‍ક કાર ઉપર પડતા કારનો કડૂસલોઃ વિજ કર્મચારી મહિલાનું મોત

ભરૂચઃ ભરૂચ નેશનલ હાઇવે ઉપર થયેલા એક વિચિત્ર અકસ્‍માતમાં ટેન્કર સાથેનું કેમિકલ ભરેલ ટેન્ક એક કાર પર પડતા કારનો કડૂસલો થઇ ગયો હતો અને એક મહિલાનું મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી. નેશનલ હાઇવે નં. ઉપર વડોદરા તરફ જતાં કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે કાબુ ગુમાવી દેતા ટેન્કર ડીવાઈડર પર ચઢી જતા ટેન્કરની ટેન્કર છૂટી પડી બાજુમાં ચાલતી કાર ઉપર પડતા કારનો કચ્ચરઘાણ વરી જવા પામ્યો હતો.

કારમાં બેસેલા ચાલક કમલકાંત જોષી ..૩૨ને અંકલેશ્વર જીઆઈડીસી નાઓને ચમત્કારીક બચાવી થવા પામ્યો હતો. જ્યારે અન્ય એક યુવતી રક્ષા ગેમલ વલ્વી ..૨૭ રહે. ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સોમ શ્રીનાથજી સોસાયટી કારમાં ફસાઈ જતા તેને બહાર કાઢવામાં ક્રેનની મદદ લેવાઈ હતી.

જો કે તેને ગંભીર ઈજાનાપગલે સારવાર મળે તે પહેલા કરૃણ મોત થયુ હતુ. અન્ય એકને ઈજા થઈ હતી. કમલકાંત જોષી અને મૃતક રક્ષાબેન વલ્વી જી..બી.ના કર્મચારી હતા. અને હોટલમાં જમીને પરત ફરતા હતા.

(5:25 pm IST)