Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

તું મને છુટાછેડા આપી દે, મને તારામાં રસ રહ્યો નથી તેમ કહી વાપીના ડુંગરા ગામની પત્નીને તરછોડીને પતિ ધો.૧૧ની વિદ્યાર્થીનીને લઇને રફુચક્કર

વાપીઃ પતિ ધો.૧૧ની વિદ્યાર્થીનીને લઇને ભાગી જતા પત્નીએ પોલીસ ફરીયાદ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાપીના ડુંગરા ગામે રહેતી પત્નીએ પતિ સામે ધો.૧૧માં ભણતી તરૂણીને ભગાડી ગયા અંગે પોલીસમાં લેખિત અરજી કરી છે. તરૂણી સાથેના આડા સંબંધ અંગે વારંવાર પતિ પત્ની સાથે ઝઘડો કરી માર મારી છૂટાછેડા આપી દેવા દબાણ કરતો હતો. ૧૪મી માર્ચના રોજ પતિ રાત્રિ દરમિયાન ફલેટનો દરવાજાને બહારથી લોક કરી તરૂણી સાથે ભાગી ગયો હોવાનો આક્ષેપ કર્યો છે.

વાપીના ડુંગરા ગામે રહેતી પરિણીતાએ ડુંગરા પોલીસમાં પતિ ખુમાન બારીયા સામે વિવિધ આક્ષેપો સાથે લેખિત અરજી કરી છે. જેમાં જણાવ્યા મુજબ પતિના છેલ્લા લાંબા સમયથી ધો.11માં ભણતી તરૂણી સાથેના આડા સંબંધને લઈ વારંવાર ઝઘડો કરતો હતો.

તરૂણી સાથે સંબંધ નહીં રાખવા વારંવાર જણાવતા પત્ની સાથે ઉગ્ર ગાળાગાળી કરી ઝઘડો કરતો હતો. અને પત્નીને તું મને છુટાછેડા આપી દે, મને તારામાં રસ રહ્યો નથી એમ કહી ધાકધમકી આપતો હતો. તા.૧૪--૨૦૧૮ના રોજ રાત્રે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. મોડી રાત્રે પતિ ફલેટનો દરવાજો આગળથી લોક કરી તરુણીને ભગાડી ગયો હોવાનો સીધો આક્ષેપ અરજીમાં કર્યો છે.

પરિણીતાએ પોતાના પિતા અને ભાઈને ફોન કરી વાપી બોલાવ્યા બાદ બપોરે ફલેટનો દરવાજો ખોલાવ્યો હતો. મામલે કાયદેસરની કાર્યવાહી કરવા પરિણીતાએ માંગ કરી છે.

(5:23 pm IST)