Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

૧૮૦૦ મહેસુલ તલાટી, ૪૦ ડે. કલેકટર, ૬૯ મામલતદાર અને ૧૦૦ નાયબ મામલતદારની સીધી ભરતી થશેઃ કૌશિક પટેલ

ગાંધીનગર, તા. ૨૨ :. આજે વિધાનસભામાં મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલે તેમના વિભાગની સિદ્ધિઓ વર્ણવી કર્મચારીઓની નવી ભરતી કરવાની જાહેરાત કરી છે.

મહેસુલ મંત્રીએ જણાવેલ કે, આગામી વર્ષમાં સીધી ભરતીથી ૪૦ નાયબ કલેકટર, ૬૯ મામલતદાર, ૧૦૦ નાયબ મામલતદાર અને ૧૮૦૦ મહેસુલી તલાટીની નિમણૂક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મહેસુલ પંચમા પડતર કેસોના ઝડપી નિકાલ માટે સુરતની જેમ અન્ય જિલ્લામાં પણ કેમ્પો યોજાશે. રાજ્યની ૧૯ જિલ્લાઓની સબ રજીસ્ટ્રાર કચેરીને મોડેલ કચેરી બનાવવા માટે અંદાજપત્રમાં ૬૭૩ લાખની જોગવાઈ કરવામાં આવી છે. બીનખેતીમાં સરળીકરણ કરાશે. જે કિસ્સામાં પ્રિમીયમ ભરાઈ ગયેલ હોય ત્યાં પ્રિમીયમની તારીખના ૧ વર્ષ પૂર્વે જે પ્રમાણપત્રો મેળવેલ હોય તે બીનખેતીની અરજીની ચકાસણીના એક વર્ષમાં મેળવવામા આવ્યા હોય તો ફરી મેળવવાના રહેશે નહીં.

શહેરી જમીન ટોચ મર્યાદા અંતર્ગત રાજકોટ સહિત ૫ મહાનગરોની જમીન પરના મકાનોના ભોગવટાની જમીન કાયદેસર કરવાની કાર્યવાહી ચાલે છે. ૨૬૯૯૫ અરજદારોની અરજી સામે ૨૩૬૮૨ અરજદારોને પૈસા ભરવાની નોટીસ આપવામાં આવી છે. ૧૦૮૯૩ હુકમ કરી સનદ આપવામાં આવી છે.

(4:51 pm IST)