Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

દારૂબંધી બોટલમાં બંધ :રાજ્યમાં બે વર્ષમાં 147 કરોડનો દારૂ ઝડપાયો

9 ,22 408 વિદેશી દારૂની બોટલ: 2,29,908 બીયરની બોટલ ઝડપાઈ:16 હજાર 33 વાહનો દારૂની હેરાફેરીમાં ઝડપાયા

 

અમદાવાદ ;રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વારંવાર દારૂ ઝડપાતો હોય છે અને ખુલ્લેઆમ મળવા લાગ્યો હોવાનું પ્રતીત થાય છે વખતો વખત જંગી માત્રામાં દારૂ ઝડપાઇ છે પરંતુ તેનું પગેરું શોધીને જળમૂળથી બદીને નાબૂદ કરવા પ્રયાસનો અભાવ હોવાનું ફલિત થતું રહયું છેરાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પરનો વાઘ છે. છેલ્લા બે વર્ષમાં 150 કરોડનો દારૂ પકડાયો છે.

   રાજ્ય સરકારે વિધાનસભા સત્ર દરમિયાન દારૂબંધી અંગે પૂછવામાં આવેલા સવાલોમાં જવાબમાં જણાવાયું છે કે રાજ્યના 31 જીલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 147 કરોડ 78 લાખ 70 હજાર 614 રૂપિયાનો દારુ ઝડપાયો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.તો  3 લાખ 13 હજાર 642 લીટર તો માત્ર દેશી દારુ ઝડપાયો છે. 9 લાખ 22 હજાર 408 વિદેશી દારૂની બોટલ અને 2 લાખ 29 હજાર 908 બીયરની બોટલ ઝડપાઈ છે. સાથોસાથ 16  હજાર 33 વાહનો દારૂની હેરાફેરીમાં ઝડપાયા છે.

   અલ્પેશ ઠાકોરે સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, માની લો કે દેશી દારૂ રાજ્યમાં બને છે. પરંતુ વિદેશી દારૂ કેવી રીતે રાજ્યમાં આવે છે જ્યાં ચેકપોસ્ટ છે ત્યાંના સીસીટીવી કેમેરા બંધ છે રાજ્ય સરકારની દારૂબંધી કડક બનાવવાનો ઈરાદો નથી રાજ્ય સરકારે નવા કાયદા મુજબ કેટલા બુટલેગર સામે કાર્યવાહી કરી એનો જવાબ સરકાર આપે દારૂબંધીનો કાયદો હોવાની માત્ર વાતો કરવામાં આવી રહી છે.

(9:42 am IST)