Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

અમદાવાદને પ્રદુષણ મુક્ત કરવા કવાયત :હવે મ્યુનિ, દ્વારા ઇલેક્ટ્રિક બસ.ઈ-મેક્સી ગાડી અને ફોર સિટર રીક્ષા ખરીદાશે

અમદાવાદ ;અમદાવાદ શહેરને પ્રદુષણ મુક્ત કરવાના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા ઈલેક્ટ્રીક બસ દોડાવશે 60 કરોડના આ પ્રોજેક્ટથી શહેરને પ્રદૂષણથી મુક્ત કરવામાં મદદ મળશે,ડીઝલ પેટ્રોલથી ચાલતા વાહનોને કારણે અમદાવાદમાં પ્રદુષણે માઝા મૂકી છે. પ્રદુષણ ઘટાડવા અને સુવિધાજનક મુસાફરી આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવાનું આયોજન કરી રહ્યુ છે. BRTS બોર્ડની મળેલી બેઠકમાં ઈલેક્ટ્રીક બસ માટેના ટેન્ડરને બહાલી આપવામાં આવી છે. આ ઈલેક્ટ્રીક બસો દોડાવવા માટે કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે. જેથી ટૂંકમાં હવે અમદાવાદના રસ્તાઓ પર આ ઈ-બસ જોવા મળી શકે છે

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કુલ 40 જેટલી ઈલેક્ટ્રીક બસો ખરીદવાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેની સાથે 20 ઈ મેકિસ ગાડી અને 20 ફોર સીટર રિક્ષા પણ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇ મિડી બસમાં 34 થી 37ની બેઠક વ્યવસ્થા હશે. બસ એકવાર ચાર્જ થયા પછી 180 કિમી દોડશે. જોકે આ એક ઈ-બસની કિંમત 1.40 કરોડ રૂપિયા છે. પ્રતિકિલોમીટર 6 થી 7 રૂપિયામાં પડશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. કુલ 60 કરોડનો આ પ્રોજેક્ટ છે. જે વર્ષ 2018-19ના બજેટમાં મૂકાશે. ભારત સરકાર ખર્ચ પેટે 60 ટકા ગ્રાન્ટ ફાળવશે.

ડિઝલ બસમાંથી નીકળતા ધુમાડાના પગલે પર્યાવરણને મોટું નુકશાન થઇ રહ્યું છે. ત્યારે સ્માર્ટ સીટી અને હેરિટેજ સીટી એવા અમદાવાદમાં પ્રદુષણ PM 2.5ને વટાવી ગયુ છે તેને ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈલેક્ટ્રિક બસ દોડાવાનો પ્રયોગ કરવાનો વિચાર તો કરી રહ્યુ છે પરંતુ શું માત્ર 40 ઈ-બસોથી પ્રદૂષણમુક્ત શહેર થઈ જશે ખરૂ. જો કે વિપક્ષે કોર્પોરેશનના ઈ-બસના ટેન્ડરને લઈને પ્રહારો કર્યા હતા.

------ 

(12:58 am IST)