Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ભરૂચના જંબુસર ચોકડીએ રેલવે ફાટક પાસે રસ્તામાં ખાડાથી લોકોને હાલાકી :રહીશોએ કર્યો ચક્કાજામ

 

ભરૂચ ;ભરૂચના જંબુસર ચોકડીએ રેલવે ફાંટા નજીક બિસમાર રસ્તાના કારણે લોકોને હાલાકીઈનો સામનો કરવો પડતો હોવાની રાવ સાથે સ્થાનિક રહીશોએ ચક્કાજામ કર્યો હતો બાયપાસ ચોકડી પર રેલ્વે ફાટક પાસે પડેલ ખાડાને લઈને સ્થાનિકોને પડતી હાલાકીને લીધે રસ્તો રોકી ટ્રાફિક જામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં સ્થાનિક કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાળા,અબદુલ કામઠી, દયાદરાવલ હફેજી વગેરે   રસ્તાનો ખાડો પુરવા માગ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી.

આઈ.એન.બી ના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતાં આજ રોજ ઉશ્કેરાયેલા લોકોએ રસ્તા રોકી વિરોધ પ્રદર્શિત કર્યા હતો અને જો બે દિવસમાં ખાડો પુરી રસ્તો નહીં બનાવવામાં આવે તો સ્થાનિકો દ્રારા આર.એન.બી ઓફિસે તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભારે ટ્રાફિક જામ થઈ જતા ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્રારા જગ્યા પર પહોંચી ટ્રાફિક પુનઃ ચાલુ કરાવ્યો હતો.

(1:54 am IST)
  • બિહાર : નાલંદામાં ફટાકડાના કારખાનામાં થયો પ્રચંડ વિસ્ફોટ : કેટલાય લોકોના મૃત્યુની સેવાય રહેલી આશંકા access_time 1:22 am IST

  • ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેણે સમોસાનો સ્વાદ ન ચાખ્યો હોય. યુરોપન દેશોમાં લોકો અવાર નવાર ચોકલેટ, બર્ગર વગેરેના પ્રસાર- પ્રચાર માટે કોઈ ખાસ દિવસ પસંદ કરે છે. ત્યારે બ્રિટનમાં વસવાટ કરતા ભારતીયો સમોસાનો પ્રસાર-પ્રચાર કરવા માટે 9 થી 13 એપ્રિલ સુધી સમોસા વીકનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન લિસેસ્ટર શહેરમાં થનાર છે. access_time 1:26 pm IST

  • વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પ્રવાસીઓ અને પવર્તારોહકો દ્વારા ફેંકવામાં આવેલો કરચો કિલોમાં નહીં પણ ટનમાં છે. અહીં અંદાજે 100 ટન કચરો એકત્ર થયેલો છે. જેને એકત્ર કરી એરલિફ્ટ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનના પહેલા દિવસે 1200 કિલો કચરો લુકલા ઍરપૉર્ટથી કાઠમંડૂ 'ઍરલિફ્ટ' કરવામાં આવ્યો જે રિસાઇકલ માટે મોકલવામાં આવ્યો. access_time 2:12 am IST