Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અન્કેલશ્વરના તરીયા ગામ માછીપટેલ સમાજની મહિલાઓ દ્વારા તાલુકા પોલીસ મથકે હોબાળો

આદિવાસી સમાજ લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની રાવ

 

અંકલેશ્વરના તરીયા ગામ માછીપટેલ સમાજ બહેનો તાલુકા પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો પંચાયત ચૂંટણીની અદાવતમાં આદિવાસી સમાજ લોકો દ્વારા ધાક ધમકી આપી હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી તેવામાં માછીપટેલ સમાજના યુવાનને માર મારતા 4 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરાય હતી. આદિવાસી સમાજ લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની અગાવ પણ ફરિયાદ કરી હોવાની કેફિયત વર્ણવી હતી.

અંકલેશ્વર તાલુકાના તરીયા ગામે અરવિંદ કરશનભાઈ પટેલ ગત રોજ ગામના સુનિલ વસાવા, મનીષ વસાવા, રાકેશ જેસીંગ વસાવા, અને સતીશ હસમુખ વસાવાએ ગાડી ઉભી રાખી રોક્યો હતો અને તું ખાનસાબ થઇ ગયેલો છે કે તું બધા સમાધાન કરાવે છે. તેમ કહી અચાનક હુમલો કરી લાકડી અને પંચ વડે હુમલો કરી દીધો હતો. અને ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા જે મુદ્દે ઈજાગ્રસ્ત અરવિદ પટેલને હોસ્પિટલ ખસેડ્યા બાદ માછીપટેલ સમાજની મહિલાઓ અને આગેવાનો ટોળું તાલુકા પોલીસ મથકે ધસી આવ્યું હતું. અંગે આદિવાસી સમાજ દ્વારા ચૂંટણી લક્ષી અદાવત રાખી માછીપટેલ લોકો રસ્તો રોકી હેરાનગતિ કરી રહ્યા છે તેમજ ધાક ધમકી આપી રહ્યા છે. તેવી ઉગ્ર રજૂઆતો કરી હતી અને અગાવ પણ બાબતે પોલીસ અરજી કરી ફરિયાદ કરી હતી તેમ જણાવ્યું હતું અને આદિવાસી સમાજ દ્વારા માછીપટેલ સમાજ લોકો ખોટી રીતે કનડગત કરવામાં આવી સમાજ યુવાનો માર મારી રહ્યા હોવાની રાવ કરી હતી. તાલુકા પી.આઈ બી.એલ વડુકાર દ્વારા તામમ ની રજૂઆતો સાંભળી બાબતે કાયદાની રુહે જે પણ કાર્યવાહી કરવાની હશે તેમ જણાવતા અંતે મામલો થાણે પડ્યો હતો.

(1:43 am IST)