Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું ગણિતનું પેપર ફરીથી નહીં લેવાય :બોર્ડની સ્પષ્ટતા

અમદાવાદ :ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું ગણિતનું પેપર ફરીથી નહીં લેવાય તેમ બોર્ડ દ્વારા જણાવાયું છે બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી એમ. એન. પઠાણે કહ્યું છે કે ગણિતનું પેપર બેલેન્સ હતુ. જેથી ફરી પરીક્ષા લેવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. વિદ્યાર્થીઓ અને વિષય નિષ્ણાંતોની એવી પણ ફરિયાદ છે કે બોર્ડની બ્લુ પ્રિન્ટ અને પેપર સ્ટાઈલ પ્રમાણે પેપર પુછાયુ નથી. શિક્ષણ બોર્ડે પ્રશ્નપત્રની અગાઉ જાહેર કરેલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે 50 માર્કસનું સરળ, 35 માર્કસનું મધ્યમ અને 15 માર્કસનું અઘરુ પુછવાનું હોય છે. પરંતુ ગણિતના પેપરમાં 20 થી 30 માર્કસનું ખૂબ અઘરુ પુછાયું હોવાની ફરિયાદ છે.

મામલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્યો નિદ્દત બારોટ અને પ્રિયવદન કોરાટે ફરીથી પરીક્ષા લેવા બોર્ડને વિનંતી કરી હતી. તેમણે શિક્ષણ બોર્ડને લખેલા પત્રમાં પણ બ્લુ પ્રિન્ટનો મુદ્દો ઉછાળ્યો હતો.. અને બ્લુ પ્રિન્ટ મુજબ પેપર પૂછાયું હોવાથી વિદ્યાર્થીઓ નિરાશ થયા હોવાની વાત મુકી ગણિતની પરીક્ષા ફરીથી લેવાની માંગ કરી હતી. જોકે શિક્ષણ બોર્ડે તેમની માંગ ફગાવી દીધી છે.

(1:24 am IST)