Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

અમદાવાદના રિક્ષાચાલક રાજવીર ઉપાધ્યાયની પોતે નાસ્તિક હોવાનું જાહેર કરી પોતાનું નામ ‘RV155677820’ કરવા માંગતા હતાં પરંતુ રાજકોટ ગેઝેટ ઓફિસે તેમની અરજી નકારી કાઢી

અમદાવાદઃ અમદાવાદમાં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા રાજવીર ઉપાધ્યાય પોતાને નાસ્તિક જાહેર કરી પોતાનું નામ બદલવા માગતા હતા. પોતાના નામની જગ્યાએ તેઓ ‘RV155677820’ આ નામ રાખવા માગતા હતા પરંતુ રાજકોટ ખાતે આવેલ ગેઝેટ ઓફિસે તેમની આ અરજીને નકારી કાઢી હતી. ઉપાધ્યા 2015થી પોતાનું નામ બદલવા માગે છે.

જન્મે તેઓ એક હિન્દુ છે, પણ તેમને ધર્મોમાં વિશ્વાસ નથી અને નાસ્તિક છે. તેઓ સંપૂર્ણપણે ધર્મના ચક્કરમાંથી મુક્તિ ઈચ્છે છે. માટે ઈચ્છે છે કે સરકારી દસ્તાવેજોમાં તેનું નામ RV155677820 હોય, પણ ગુજરાત ફ્રીડમ ઓફ રિલીજન એક્ટને કારણે તેની આ અનોખી ઈચ્છા પૂરી નથી થઈ શકતી. આ એક્ટ ધર્માંતરણની પરમિશન તો આપે છે, પણ કોઈ વ્યક્તિને નાસ્તિક બનવાની જોગવાઈ નથી.

રાજવીરે આ નામ પોતાના સ્કૂલ એનરોલમેન્ટ નંબર પરથી રાખ્યું છે. નામમાં RV રાજવીરથી લેવામાં આવ્યું છે અને પછીના નંબર્સ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ પર લખવામાં આવેલા એનરોલમેન્ટ નંબર છે. રાજવીર અત્યારે ક્લિનિકલ સાઈકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. રાજવીર કહે છે કે, હું ગારો બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો છુ, બાળપણથી જ મેં ધર્મ અને જાતિના નામે ભેદભાવ જોયો છે.

ગત મે માસમાં પણ તેમણે અમદાવાદ જિલ્લા કલેક્ટરેટમાં પોતાનું નામ ચેન્જ કરવા માટે અરજી કરી હતી. જે બાદ તેમને રાજકોટ ખાથે આવેલ સરકારના ગેઝેટ વિભાગમાં એપ્લાય કરવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યાં તેમણ ગત વર્ષે એપ્લાય કર્યું હતું. જેના જવાબમાં ગેઝેટ વિભાગે તેમને કહ્યું કેતમારી ઇચ્છા મુજબનું આ નવું નામ પબ્લિશ્ડ કરી શકાય નહીં.સરકરાના આ જવાબ બાદ હવે તેઓ હાઈકોર્ટમાં જવા માગે છે.

હાઈકોર્ટમાં તેઓ ગુજરાત ફ્રીડમ ઓફ રિલીજન એક્ટને પડકાર ફેંકશે. કેમ કે તેમના જણાવ્યા મુજબ આ એક્ટમાં બીજો ધર્મ અંગીકાર કરવા માટે તો છૂટ છે પરંતુ નાસ્તિક બનવા માટે છૂટ આપવામાં આવી નથી..

તેમણે કહ્યું કે, ‘હું એક બુદ્ધીજીવી અને ધર્મનિરપેક્ષ વ્યક્તિ છું. ભારત પણ ધર્મનિરપેક્ષ છે ત્યારે દેશના કાયદાએ મને નાસ્તિક તરીકેની ઓળખ આપતો હક્ક આપવો જોઈએ. જો હું મારુ નામ અને અટક લખું તો લોકોને મારા ધર્મ અને જાતી વિશે ખબર પડે જ્યારે હું નથી ઇચ્છતો કે ધર્મ-જાતીના વાડામાં ફસાઉં. અત્યારે હું વકીલને મળીને આ મુદ્દો બંધારણીય છે કે નહીં તેની ચર્ચા કર્યા બાદ હાઈકોર્ટમાં અપીલ કરીશ.જ્યારે રાજકોટ ગેઝેટ ઓફિસના મેનેજર પી.જી. શાહે કહ્યું કે તેમને આ મામલે કંઈ જ ખબર નથી.

(7:49 pm IST)