Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

બનાસકાંઠાના ધાનેરાના થાવર પાસે ટ્રક અને જીપ વચ્ચે અકસ્‍માત સર્જાતા ૨ લોકોના મોત, ૬ને ગંભીર ઇજા

બનાસકાંઠાઃ બનાસકાંઠાના ધાનેરાના થાવર પાસે ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મોત ઘટના સ્થળે જ નિપજ્યા છે. જ્યારે 6 લોકોને ગંભીર ઈજા પહોચીં છે. જેથી તેને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે કારમાં સવાર લોકો પીરની જાળ દરગાહ ઉપર જઈ રહી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

તો અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોનું ટોળુ ઉમટી પડ્યું હતું. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. અને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(7:11 pm IST)