Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

રાજ્યના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિવેદનઃ ૩૧ જુલાઈ સુધી ગુજરાતમાં પીવાના પાણી અંગે સરકારે માસ્ટર પ્લાન બનાવી લીધો છે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીઅે જણાવ્યું હતું કે, પીવાના પાણી પ્રશ્ને રાજ્ય સરકારે માસ્‍ટર પ્લાન બનાવી લીધો છે. હાલમાં પૂરતું પાણી છે અને  પીવાના પાણીની ક્યાંય તકલીફ ન પડે અે રીતે રાજ્ય સરકારે વ્‍યવસ્‍થા બનાવી લીધી છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પીવાના પાણીને મુદ્દે નિવેદન આપ્યું હતું કે અગાઉ પણ કહ્યું હતું અને આજે પણ ગુજરાતની જનતાને એશ્યોર્ડ કરું છું કે 31 જુલાઈ સુધી ગુજરાતમાં પીવાના પાણી અંગે સરકારે માસ્ટર પ્લાન બનાવી લીધો છે. આ માટે જિલ્લા કલેક્ટરોને આદેશો પણ આપી દીધા છે.

CM રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે દર અઠવાડિયે પાણી સમિતિની બેઠક મળે. બધા ડિપાર્ટમેન્ટોનું કો-ઓર્ડિનેશન થાય. ટેન્કરોને પણ છૂટ આપવામાં આવી છે, જેથી કરીને લોકોને પીવાના પાણી અને વાપરવાના પાણીની તકલીફ ન પડે.

પીવાના પાણી બાબતે રાજ્યમાં ક્યાંય મુશ્કેલી નહીં પડે. જિલ્લા કલેકટરને આને લઈ આદેશ પણ આપી દેવાયા છે. પીવાના પાણી માટે પુરવઠા વિભાગને રૂ.200 કરોડ આપવામાં આવ્યા છે.

CM રૂપાણીએ જણાવ્યું હતું કે હવેથી પીવાના પાણી બાબતે રાજ્યમાં ક્યાંય મુશ્કેલી નહીં પડે, એના માટે પાણીપુરવઠા વિભાગને રૂ.200 કરોડ આપી દેવામાં આવ્યા હતા. આને લઈ જિલ્લા કલેકટરને આદેશ પણ આપી દેવાયા છે. તમામ કામોના વર્ક-ઓર્ડર અપાઈ ગયા છે, જે સમયસર પૂર્ણ થશે.

(7:11 pm IST)