Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ધાર્યા-અણધાર્યા પરિણામોની ચર્ચા વચ્ચે કાલે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે

લઘુમતી સમાજમાં ભરપૂર લગ્નો હોવાથી મતદાન ઓછુ થવાની ચારોકોર ચર્ચા

અમદાવાદ : રવિવારે લઘુમતી સમાજમાં મોટા પ્રમાણમાં લગ્ન હોવાથી મતદારો લગ્ન મહાલવામાં વ્યસ્ત હતા. તેથી કોટ વિસ્તારના મતદાન મથકો પર જ્યાં લાઇનો લાગી જતી હતી ત્યાં દિવસ દરમિયાન કાગડા ઊડતા હોય તેવો ઘાટ થયો હતો. ખૂબ જ ઓછું મતદાન થવાથી કોટ વિસ્તારની બેઠકો પર અણધાર્યા પરિણામ આવી શકે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. પેનલ તૂટે અને ત્રીજા મોરચાને ફાયદો થાય તેવા પણ સમીકરણો રચાયા છે. લગભગ ચાર-પાંચ દિવસ લઘુમતી સમાજમાં લગ્નો છે જેને કારણે જેમના ઘરે પ્રસંગ હોય તે પરિવારના સભ્યો અને નજીકના સ્વજનો મતદાન કરી શકયા નહોતા.

રવિવારે સવારથી જ મતદાન મથકો પર મતદારોનો નહીંવત ઘસારો જોવા મળતો હતો. લધુમતી સમાજના મતદારો ખૂબ જ મોટી સંખ્યામાં લગ્નમાં વ્યસ્ત હોવાથી મકતમપુરા, જમાલપુર, દરિયાપુર, ખાડિયા, ગોમતીપુર અને સરસપુરના મતદાન મથકો પર લઘુમતી સમાજના મતદારો મતદાન કરવા માટે લાઇનો લગાવી દેતા હતા ત્યાં  ઓછા પ્રમાણમાં મતદારો નજરે પડ્યા હતા. લઘુમતી સમાજનું વોટિંગ ઘટતા ઘણા બધા  સમીકરણો ફેરવાઈ જાય તેવી સંભાવના ઊભી થઈ છે. રાજકીય પક્ષોના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા લઘુમતી સમાજના લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા.  લઘુમતી સમાજનું મતદાન સંખ્યાબંધ વોર્ડમાં અણધાર્યું પરિણામ આવશે તેમ જાણકારો જણાવી રહ્યા છે.

આ વોર્યમાં જે પેતલો જીતી હતી તેમાં પણ ગાબડાં પડે તથા ત્રીજા મોરચાને ફાયદો થાય તેવા સમીકરણો રચાયા છે કાલે બોપર સુધીમાં બધું નિશ્ચિત થઇ જશે.

(1:15 pm IST)