Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

તિલકવાડાના ભાવપુરા ગામની સીમમાંથી બીમાર દીપડાનું રેસ્ક્યુ કરતી તિલકવાડા ફોરેસ્ટ વિભાગની ટીમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તિલકવાડા તાલુકાના ભાવપરા ગામની સીમમાં એક દીપડો બિમાર હાલતમાં દેખા દેતા આ બાબતની જાણ તિલકવાડા ફોરેસ્ટ વિભાગ ને થતાં તિલકવાડા ફોરેસ્ટના RFO વિક્રમસિંહ ગભાણીયા હરદીપસિંહ ગોહિલ તેમજ બીટગાર્ડ મહેશભાઈ અને અન્ય સ્ટાફ સાથે તિલકવાડા તાલુકાના ભાવપુરા ગામની સીમમાં પહોંચીને બીમાર દીપડા ને રેસ્ક્યુ કરી તિલકવાડા પશુ ચિકિત્સાલય પર લાવ્યા હતા જ્યાં તેની ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે ધોબીકુવા રેસ્ક્યુ સેન્ટર પર મોકલી આપવામાં આવ્યો હતો.
 અત્રે ઉલ્લેખનીય છે કે નાંદોદ તાલુકના પણ અનેક ગામોમાં રાતના સમયે લટાર મારતા દીપડા ક્યારેક ક્યારેક અમુક ગામમાં ઘૂસી મૂંગા પશુઓનો શિકાર કરતા જોવા મળતા હોય છે જેના કારણે લોકોમાં ભય ફેલાઈ છે,જોકે વન વિભાગ દ્વારા વારંવાર પાંજરા પણ ગોઠવવામાં આવે છે છતાં નર્મદા જિલ્લામાં સમયાંતરે દીપડા જોવા મળતા હોય છે

(10:12 pm IST)