Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ટ્રમ્પ અમેરિકાથી સીધા ગુજરાતની ધરતી પરથી ભારતની યાત્રાનો કરશે પ્રારંભ : રાજ્યનું વૈશ્વિક મહત્વ પ્રસ્થાપિત : મુખ્યમંત્રી રૂપાણી

પીએમ મોદી અને ટ્રમ્પનું સ્વાગત-અભિવાદન કરવા ગુજરાતની જનતા ઉમંગથી આતુર

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ  અમેરિકાથી સીધા જ ગુજરાતની ધરતી પર આવીને ભારત પ્રવાસનો આરંભ કરવાના છે તે ઘટના સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવ રૂપ છે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે.

  તેમણે કહ્યું કે અમેરિકા જેવા દેશના પ્રમુખ દિલ્હીને બદલે સીધા અમદાવાદ આવે તે વાત ગુજરાત ના વૈશ્વિક મહત્વને પ્રસ્થાપિત કરે છે
  ગુજરાત આખુ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખને આવકારવા તેમનું સ્વાગત અભિવાદન કરવા ઉમંગ થી આતુર છે
  ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ હવાઈ મથકે આવશે ત્યારે તેમને તેઓ આવકારવાના છે તેમ જણાવતા વિજય ભાઈ રૂપાણીએ  રોડ શો ના યજમાન મુખ્ય મંત્રી અને સરકાર છે તેની ભૂમિકા આપતા કહ્યું કે ટ્રમ્પ અને પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી એવા વિશ્વ ના બે શકિતશાળી નેતાઓનું સ્વાગત અભિવાદન એક ચિરંજીવ અને ઐતિહાસિક બની રહે તે માટે  એરપોર્ટથી મોટેરા  સ્ટેડિયમ સુધીના માર્ગ પર રોડ શો  નરેન્દ્ર ભાઈ અને ટ્રમ્પ ની મૈત્રીના કારણે શક્ય બન્યો છે દેશના વિવિધ પ્રાંતની સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે લોકો આ બે નેતાઓ ને આવકારી ભવ્ય અભિવાદન કરવાના છે
  મુખ્ય મંત્રી એ કહ્યું કે પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ ના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનવા જઈ રહ્યું છે અને નયા ભારત ના નિર્માણ માં અમેરિકા ના પ્રમુખ ની   આ યાત્રા મહત્વ પૂર્ણ બનશે તેનો આરંભ ગુજરાતની  ધરતી પર થી થવાનો છે તે સાડા છ કરોડ ગુજરાતીઓ માટે એક ગૌરવ રૂપ છે
વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું કે વિશ્વ ના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે ગુજરાત ભરમાંથી લાખો લોકો  ઉપસ્થિત રહીને ડોનાલ્ડ ટ્રમ્પ નું  અભિવાદન કરવાના છે જે તેમની અન્ય કોઈ દેશ ની યાત્રાનું  ભવ્ય અભિવાદન હશે

(10:05 pm IST)