Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રાજપીપળાના યુવાનની આડા સંબંધમાં હત્યા મામલે પોલીસે ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું

નર્મદા અને વડોદરા જિલ્લા પોલીસે મળી 2 કલાક હત્યાની ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું : હત્યામાં વપરાયેલ કોદાળી, દોરી, પથ્થર અને મોબાઈલ પાવર બેન્ક પોલીસે જપ્ત કર્યું: આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજુર: રિમાન્ડ પુરા થયા બાદ આ ઘટનામાં તથ્ય સામે આવી શકે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાનો પરિણીત યુવાન સુનિલ ઉમંગ વસાવા 15 મી ફેબ્રુઆરીએ ગુમ થયો હતો.બાદ 19મી એ સવારે એ યુવાનનો નાંદોદ તાલુકાના વાઘેથા ગામના એક ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.

  દરમીયાન પોલીસ તપાસમાં વાઘેથા ગામની નૈના વસાવા સાથે આડા સંબંધમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દામાપુરા ગામના અને હાલ નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં રહેતા જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલાએ પોતાની રખાત નૈના વસાવા સાથે મળી સુનિલની હત્યા કરી હોવાનું બહાર આવતા બન્નેવ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 વડોદરા જિલ્લાના ડભોઈ પોલીસ મથકના ડીવાયએસપી કે.વી.સોલંકી, નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ મથક ના પીએસઆઈ એસ.ડી.પટેલ સહિત પોલિસ ટીમે 21મી ફેબ્રુઆરીએ આરોપીઓ સાથે હત્યાની ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું

 પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લગભગ 2 કલાક ચાલેલા રી- કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસને હત્યામાં વોરાયેલી કોદાળી, દોરી, પથ્થર અને મોબાઈલનું પાવરબેન્ક આરોપી મહિલાના ઘરમાંથી મળી આવ્યું હતું.આ તમામ સાધનો પોલીસે જપ્ત કર્યા છે. આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.રિમાન્ડ પુરા થયા બાદ આ ઘટનામાં કેટલું તથ્ય છે એ સામે આવી શકે છે.

(5:18 pm IST)