Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ખેડા જિલ્લાના સેવાલિયા નજીક સીમમાંથી નડિયાદ ડિવિઝનલ સ્ક્વોડે બે શખ્સોને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યા: બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા

ખેડા: જિલ્લાના સેવાલિયા પોલીસ મથકની હદમાં આવેલ ડભાલી ગામની સીમમાંથી નડિયાદ ડિવિઝન સ્ક્વોર્ડે બે વ્યક્તિઓને દેશી તમંચા સાથે પકડી પાડ્યા હતાં અને તેના મુળ સુધી જવા બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યાં હતા.

મળતી માહિતી મુજબ નડિયાદ ડિવિઝન સ્ક્વોર્ડની ટીમ ગળતેશ્વર તાલુકામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેમને એવી માહિતી મળી હતી કે ડભાલી ગામ નજીકથી પીપલવાડાના બે ઈસમો મોટરસાઈકલ પર દેશી બનાવટનો તમંચો લઈ વેચવા માટે જઈ રહ્યાં છે. જેના આધારે પોલીસે ડભાલી ગામ નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન મોટરસાઈકલ આવતાં પોલીસે તેને રોકી હતી. બન્નેની પૂછપરછ કરતાં એકનું નામ મોહનભાઈ ઉર્ફે પ્રવિણભાઈ અમરાભાઈ રાઠોડ અને બીજાનું નામ ભારતભાઈ મોહનભાઈ રાઠોડ બહાર આવ્યુ હતું.

(5:16 pm IST)