Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સુરતના કતારગામ વિસ્તારમાં માથાભારે ભત્રીજાએ બ્યુટીક સંચાલક કાકાને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અને ઘર નીચે બ્યુટીક ચલાવતા આધેડે અમદાવાદમાં રહેતી માતા ઉપર દારૂના પૈસા નહીં આપવા બાબતે હુમલો કરનાર ભત્રીજા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતા તેને જેલ જવાનો વારો આવ્યો હતો

અંગેની અદાવત રાખી માથાભારે ભત્રીજાએ ગતરાત્રે બ્યુટીક સંચાલક કાકાને ફોન કરી ધમકી આપી હતી કે "તારા ધરે આવી તને તથા તારી પત્નીને ત્રણ ગોળી મારી દઇશ”. અંગે બ્યુટીક સંચાલકે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(5:14 pm IST)