Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કલોલમાં પેટ્રોલપંપમાં ડીલરશીપ કરવાનું કહી વૃદ્ધ વેપારીને ભેજાબાજે 24.26 લાખનો ચૂનો ચોપડ્યો

કલોલ:હાલમાં ડીઝીટલ યુગમાં ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે. ગઠીયાઓ ખાતા ધારકો પાસેથી ગુપ્ત માહિતીઓ મેળવીને નાણાંની ઉઠાંતરી કરી લેતાં હોય છે. ત્યારે કલોલમાં રહેતા એક વૃધ્ધ વેપારીએ ફેસબુકમાં આવેલી વેબ સાઈટ પર પેટ્રોલપંપની ડીલરશીપ લેવાનું ફોર્મ ભર્યું હતું.

 ત્યારબાદ ઠગાઈનો ધંધો આચરતા પાંચ શખસોએ ડીલરશીપના બહાને વૃધ્ધ પાસેથી ર૪ લાખથી વધારેની રકમ ઓનલાઈન પડાવી લીધી હતી. અંતે છેતરાયાનો અહેસાસ થતાં વૃધ્ધે અંગે કલોલ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે

કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પેમેન્ટને પ્રાધાન્ય આપી કેશલેસ વ્યવહારો કરવા માટે જણાવી રહી છે. ત્યારે ઓનલાઈન છેતરપીંડીની ઘટનામાં કલોલ શહેરમં રહેલા જયંતિભાઈ કેશવલાલ પટેલ કેશવ સેલ્સ નામની એન્જીન ઓઈલની દુકાન ચલાવે છે. ત્યારે તેઓ પોતાના મોબાઈલ ફોનમાં ફેસબુક જોઈ રહયા હતા તે વખતે ફોનમાં એક વેબસાઈટ આવી હતી

(5:14 pm IST)