Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નડિયાદ નજીક ડભાણમાં સ્કૂલ વાનના ચાલકે બે દીકરીઓને ફોસલાવી શારીરિક અડપલાં કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

નડિયાદ: શહેરના ડભાણ પાસે આવેલ એક સ્કુલના વાન ચાલકે બે દિકરીઓને લલચાલી ફોસલાવી શારિરીક ચેષ્ટા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડભાણ પાસેની એક સ્કુલમાં ભણતી બે દિકરીઓ શાળાના વાન ચાલક યુનુસભાઇ જૈયનુદીન મોમીનની ગાડીમાં અવર જવરકરતી હતી. ગત્ તા.૨૦--૨૦૨૦ પહેલાના  ચાર-પાંચ દિવસ સુધી બંને દિકરીઓને લલચાલીફોસલાવી ચોકલેટ આપવાની લાલચ આપી ગાડીમાં બોલાવી હતી.અને બંને દિકરીઓને યુનુસભાઇ મોમીને પોતાના મોબાઇલમાં રહેલ અશ્લીલ વિડિયો બતાવી ચેષ્ટાઓ કરી હતી. ઉપરાંત બંને દિકરીઓને અંગે કોઇને કશુ કહેવાની ધમકી આપી હતી. બનાવ અંગે દિકરીના પરિવારજનોએ જાણ થતા નડિયાદ રૂરલ પોલીસ મથકે સ્કુલવાન ચાલક યુનુસભાઇ જૈયનુદીન મોમીન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:13 pm IST)