Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ખેડા જિલ્લામાં અપમૃત્યુના બે જુદા-જુદા બનાવો:ભુમસ રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે શખ્સનું કમકમાટીભર્યું મૃત્યુ

ખેડા: જિલ્લામાં બે જુદી જુદી જગ્યાઓ પર અપમૃત્યુના બનાવો બન્યા હતા.જેમાં પહેલો બનાવ  ભૂમસ ગામની રેલ્વે લાઇન પર જ્યારે બીજો બનાવ  ઉત્કંઠેશ્વર મહાદેવ વાત્રક નદીના પટ્ટમાં બન્યો હતો.બંને બનાવમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા.

નડિયાદ તાલુકાના ભૂમસ ગામની રેલ્વે લાઇન પર એક અજાણ્યો પુરુષ ટ્રેનની અડફેટ આવી જતા મૃત્યુ નિપજયુ હતુ.પ્રાપ્ત વિગતો અનુસાર ભૂમસ ગામની સીમમાં રેલ્વે લાઇનની જમણી બાજુ એક અજાણ્યો પુરુષ ઉં.૫૦ની આશરાનો કોઇ ટ્રેનની અડફેટ આવી જવાના કારણે મૃત્યુ નિપજયુ છે. બનાવ અંગે અનિલભાઇ રસીકભાઇ વાઘેલા રહે,ભૂમસ પટેલ ફળિયુએ ચકલાસી પોલીસ મથકે જાણ કરતા ચકલાસી પોલીસે .ડી. નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:12 pm IST)