Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર બપોરના સુમારે અચાનક બાઈક સામે નીલગાય આવતા ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા:નજીક અમદાવાદ મુંબઇ નેશનલ હાઇ વે પર ફાજલપુર પાસે આજે બપોરે હાઇ વે પર અચાનક ધસી આવેલી નીલગાય સાથે અથડાવવાના કારણે બાઇક ચાલક યુવકનું મોત થયુ હતું જ્યારે બાઇકમાં પાછળ બેઠેલ યુવકને ગંભીર ઇજાઓ થઇ છે. બન્ને યુવકો પોરથી બાઇક લઇને ભાલેજ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલા ભાલેજ ગામનો નરેન્દ્રસિંહ અરવિંદસિંહ રાઉલજી (.૨૧) પોર ખાતે ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે. પોરમાં અન્ય કંપનીમાં કામ કરતો નિલેશ અરવિંદભાઇ ગોસ્વામી સાથે નરેન્દ્રને મિત્રતા હતી. આજે શિવરાત્રીની રજા હોવાથી નરેન્દ્રસિંહે મિત્ર નિલેશને લઇને વતન ભાલેજ જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો.

(5:11 pm IST)