Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

વડોદરામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બાયો રેમિડિએશન પ્રોજેક્ટ હેઠળ ત્રણ લાખ મેટ્રિક ટન કચરો વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કરવામાં આવ્યો

વડોદરા: શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલાદરા ખાતે બાયો રેમીડીએસન પ્રોજેક્ટ હેઠળ આશરે ત્રણ લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટ એટલે કે વર્ષોથી જામેલો કચરો બાયો રેમીડીએશન પ્રક્રિયા પ્રમાણે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.

ત્રણ લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ બાદ આશરે 13 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે. કોર્પોરેશનના અટલાદરા ખાતેના કમ્પોસ્ટ પ્લાન્ટની બહાર જમા થયેલા લેગસી વેસ્ટને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ મુજબ બાયો રેમીડીએશન પ્રક્રિયા દ્વારા પ્રોસેસ કરી નિકાલ કરવાનો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ મુજબ 120 દિવસમાં કચરાનો નિકાલ કરી જમીન લેવલીંગ કરી કોર્પોરેશનને જમીન સુપરત કરી દેવાની કામગીરી તમિલનાડુની આજ કંપનીને સોંપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થઈ છે.

(5:09 pm IST)