Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કાવી કંબોઇ મહાશિવરાત્રીના મેળામાં પાંચ શકમંદોને કાર અને મોબાઇલો સાથે ઝડપી પાડતી ભરૂચ LCB

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ભરૂચ જીલ્લા અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામાં ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સુચનાના આધારે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાના માર્ગદર્શન મુજબ એલ.સી. બી.ટીમે મેળામાં અલગ અલગ ટીમો બનાવી વોચ રાખી હતી જે પૈકી ભરૂય એલ.સી.બી.ની ટીમને મળેલ માહિતી આધારે મેળામાંથી એક ઇક્કો ગાડી નંબર GJ 06 KH 6062 માં પાંચ વ્યક્તિઓને ૧૦ જેટલા એન્ડ્રોઇડ મોબાઇલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે કાવી પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા છે.

  ધરપકડ કરેલ શંકાસ્પદ વ્યક્તિઓમાં મકસુદ ગુલામ રસુલ (રહે.ભાગલીવાડ જંબુસર) સાજીદ રસુલ મલેક (રહે-ભાગલીવાડ જંબુસર)હસન અલી પટેલ( રહે-ટંકારી ભાગોર જંબુસર)યાસીન હસન સિંધી (રહે. સંતોષી માતા મંદિર પાછળ, સબ જેલ રોડ ભરૂચ)જીગ્નેશ જયંતીભાઇ ગોહીલ( રહે-અંદાડા મારૂતી નંદન સો.જી. ભરૂચ) ને ૧૦ જેટલા અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(4:09 pm IST)