Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નવા વાહનનો નંબર હવે RTO નહીં, પરંતુ ડીલર જ ફાળવશે

એપ્રિલથી અમલ થવાની શકયતાઃ લોકોને RTOના ધકકા નહીં ખાવા પડે

અમદાવાદ,તા.૨૨:સરકારના વાહન વ્યવહાર વિભાગમાં આગામી ટૂંક સમયમાં મોટા બદલાવ આવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યની તમામ આરટીઓમાં પહેલી એપ્રિલથી ૪ મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. ત મુજબ હવે કોઇ વ્યકિત એપ્રિલ માસમાં નવું વાહન ખરીદ કરશે. તો તેના વાહનના નંબર માટે તેને આરટીઓ કચેરીનો ધકકો ખાવાનો રહેશે નહિ, કારણે કે એપ્રિલ માસથી આરટીઓ કચેરી નવા વાહન માટે નંબર એલોટ નહિ કરે, નંબર ડીલર દ્વારા  જ ફાળવવામાં આવશે. નાગરિકોને સૌથી મોટી સુવિધા એ મળશે. કે પરમિટ સ્થાનિક આરટીઓ પાસેથી લેવાની નહીં રહે. નેશનલ પરમિટ પર તમામ રાજયમાં વાહન ચાલશે. એક જ વખત ટેકસ ભરવાનો રહેશે. વાહન ગમે તેટલી વખત ગમે તે રાજ્યમાં જઇ શકશે.

નવા નંબર માટે શો -રૂમ સંચાલકોને એટલે કે ડીલરને ડિમ્ડ આરટીઓ તરીકેની માન્યતા હોવાથી તેમને જવાબદારી સોપાશે. હાલ નવા વાહન પાસિંગ અને ઓનલાઇન ટેકસ સાથે કારગીરી ડીલર ત્યાં થાય છે. પંરતુ નંબર માટે આરટીઓ પર નિર્ભર રહેવું પડે છે. હવે શો -રૂમ સંચાલકો ફર્સ્ટ-કમ -ફર્સ્ટ એલોટ પ્રથાથી નંબર અપાશે. જેથી એક જ દિવસમાં ટેકસ  અને પાસિંગ સાથે નંબર મળી રહેશે એટલું જ નહિ પરંતુ, નેશનલ પરમિટ જૂના વાહનનું રજિસ્ટ્રેશન અને નવા વાહનના નંબર સાથે ટેસ્ટ ટ્રેકની નવી ટેકનોલોજી પણ ટૂંક સમયમાં આવી રહી છે. જેથી આ તમામ બાબતો માટે નાગરિકોને આરટીઓ ધકકા ખાવાના રહેશે નહીં. જો કે સ્પેશિયલ નંબર માટે પહેલાંની જેમ આરટીઓ હરાજી માટે ફાળવણી કરશે.

આરટીઓ સુત્રોના જણાવ્યા મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર કેટલાક વિષય ઉપર કામ કરી રહ્યાં છે. ખાસ નંબર અને ઓનલાઇન સુવિધા વધારવા સાથે ટેસ્ટ ટ્રેક પણ અગત્યનો છે. આગામી એપ્રિલ માસમાં જાહેરાત થઇ શકે છે. પંરતુ હાલ કોઇ સુચના નથી.(૨૨.૨૪)

(3:48 pm IST)