Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ક્રેડીટ રિસ્ક મેનેજમેન્ટમાં ICICI પ્રુડેન્શિયલને લીડરશીપ એવોર્ડ

અમદાવાદ : અગ્રણી મ્યુચ્યુઅલફંડ કંપની આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડને ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ક્રેડીટ રિસ્ક મેનેજમેન્ટ માટે ફીન્નોવીટી ૨૦૨૦ એવોર્ડમાં લીડરશીપ એવોર્ડ મળ્યો છે. નોલેજ પાર્ટનર ડેલોઇટના એશો.માં બેન્કિંગ ફર્નીચર દ્વારા આ એવોર્ડ અપાયો છે. કંપનીના ફંડ મેનેજર અખિલ કકકડ અને કો. કોમ્યુનીકેશનના વડા આદિલ બુકશીએ આ એવોર્ડ સ્વીકારેલ હતો. નોમીનેશનના આધાર ઉપર ઉપરોકત એવોર્ડ અપાયો છે. જેમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલને લીડરશીપ એવોર્ડ માટે પસંદ કરાયુ છે.

તેના મુખ્ય જયુરીમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકના પૂર્વ ચેરમેન એમ નરેન્દ્ર, ઓબીસી બેંકના પુર્વ ચેરમેન ટી.વાયપ્રભુ દેના બેંકના પૂર્વ ચેરમેન અશ્વિની કુમાર, સેન્ટ્રલ બેંકના પુર્વ ચેરમેન એમ. ટંકસાલ વગેરે સામેલ હતા. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલના એમડી અને સીઇઓ નિમેશ શાહનુ કહેવુ છે કે અમે દસ વર્ષ પહેલા ક્રેડીટ રિસ્ક મેનેજમેન્ટને ફંડ મેનેજમેન્ટથી અલગ કરીને એક સ્વતંત્ર ક્રેડીટ એસેસમેન્ટ સ્થાપીત કરેલ છે. જે ફંડ હાઉસને ક્રેડીટના નિર્ણયમાં કોઇપણ પ્રકારના ઝુકાવથી બચાવે છે. આ કારણે આ ફંડ હાઉસે પડકારજનક માહોલમાં પણ ડેટમાં સૌથી વધુ ૧૫.૬ ટકાની બજાર હિસ્સેદારી મેળવી રાખી છે.

ડેટમાં તેનુ એયુએમ પણ ગત વર્ષે ૩૫ ટકા વધ્યુ છે. જયારે કે ફંડ ઉદ્યોગની વૃધ્ધિ ૧૭.૭ ટકા રહી છે. અમારૂ માનવુ છે કે ઉંચા વ્યાજ દરની પાછળ ભાગવા કરતા ક્રેડીટનું સ્વતંત્ર વિશ્લેષણ કરવામાં આવે અને રોકાણકારોને કોઇપણ પ્રકારનુ જોખમ ન થાય.

(3:47 pm IST)