Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સોનાના ભાવમાં ટોચના સ્તરેથી નજીવું દબાણ : વૈશ્વિક બજારમાં તેજીનો માહોલ

અમદાવાદ, સુરત અને રાજકોટની સ્થાનિક બજારમાં ડિમાન્ડ મુજબ ડિસ્પેરિટી

 

રાજકોટ : સોનાના ભાવમાં છેલ્લા પાંચેક દિવસથી આગ ઝરતી તેજી જોવાઈ રહી છે છેલ્લા ત્રણ  દિવસમાં સોનાના ભાવમાં 10 ગ્રામે 2000નો તોતિંગ ઉછાળો નોંધાયો છે ગઈકાલે સોનાના હાજર ભાવે 44000ની સપાટી કુદાવી નવો વિક્રમ સર્જ્યો છે જીએસટી સાથે બિલમાં સોનુ 44125નો ભાવ બોલાયો હતો

  એકધારા વધતા ભાવથી સોનીબજાર સ્તબ્ધ બની છે અને કારીગરોમાં ઘેરી ચિંતામાં મુકાયા છે વધતા ભાવને કારણે કેટલાય ઓર્ડર કેન્સલ થવાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે અને ગ્રાહકીને પણ ફટકો પડશે તેમ મનાય રહયું છે

  છેલ્લા પાંચેક દિવસથી સોનાના ભાવમાં તેજીની આગેકૂચ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી તોતિંગ ઉછાળો નોંધાતા સુવર્ણકારોમાં અફરાતફરી મચી જવા પામી છે જુના ઓર્ડર વેળાએ સોનાના ભાવમાં વધારો થતા કેટલાકને નુકશાની વેઠવાની પણ નોબત આવે તેવા સંજોગો બન્યાનું ચર્ચાઈ રહ્યું છે

 સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તેજી જોવાઈ રહી છે ચાંદીના ભાવમાં પણ છે

 આજે શનિવારે સોનાના ભાવમાં નજીવું દબાણ જોવાઈ રહયું છે વધ્યા ભાવે થોડું કરેક્શન આવ્યું છે અને સોનાનો બિલમાં ભાવ 10 ગ્રામે 43980  બોલાયો હતો જોકે બિલ વગર સોનાની પડતર 42980 હતી જયારે પાટલીનો ભાવ 42880 જોવાયો હતો.

(2:30 pm IST)