Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ભારે કરી : અમદાવાદમાં રસ્તામાં પાર્ક કરેલી વડોદરા રૂરલ પોલીસની ગાડીને ટોઇંગ કરાઈ

ટો કરીને વડોદરા પોલીસની ગાડીને પાસેનાં પાર્કિંગ પ્લોટમાં લઇ જવાઈ

અમદાવાદ : શહેરમાં વ્યવસ્થિત પાર્ક ન થયેલા સામાન્ય માણસોનાં વાહનો ટો થતાં જ હોય છે અને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે જ છે. ત્યારે શહેરમાંથી વડોદરા રૂરલ પોલીસની રસ્તામાં ઉભી કારાયેલી કારને પણ અદાવાદ ટ્રાફિક પોલીસે ટો કરી દીધી છે. ત્યારે ઘણું જ કુતુહભરેલો માહોલ સર્જાયો હતો.

   શહેરમાં હાલ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલુ છે. ત્યારે આ કામ અંગે કે અન્ય કોઇપણ કામ માટે આવતા અધિકારીઓનાં ડ્રાઇવર જેમ તેમ કાર પાર્ક કરી દેતા હોય છે. ત્યારે આજે વડોદરા પોલીસની કાર વ્યવસ્થિત રીતે પાર્ક કરવામાં ન આવતા તેને પણ શહેરનાં ટ્રાફિક પોલીસે ટૉ કરી દીધી હતી.

મળતી માહિતી પ્રમાણે, સરકારી ગાડીઓનાં ડ્રાઇવરો અને ટ્રાફિક પોલીસ વચ્ચે અવારનવાર ઘર્ષણ થાય છે. ત્યારે આ અવ્યવસ્થિત પાર્ક કરેલા વાહનોને ટૉ કરવાની કામગીરી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્રારા કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે આસપાસનાં લોકો પણ ભેગા થયા હતાં.

(12:34 pm IST)