Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વડોદરામાં મુખ્યમંત્રી રૂપાણીએ સૂરસાગર તળાવના લોકાર્પણ સાથે મહાઆરતી કરી

રૂપાણીએ નવીનિકરણ થયેલા સૂરસાગર તળાવ પર મહાદેવની મહાઆરતી કરી

વડોદરાના સૂરસાગર તળાવ પર મહાશિવરાત્રી નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી. ભગવાન શિવજીની મહાઆરતીમાં હજારો ભક્તો જોડાયા હતા. મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી પણ સૂરસાગરની મહાઆરતીમાં જોડાયા હતા. સીએમ રૂપાણીએ નવીનિકરણ થયેલા આ સૂરસાગર તળાવ પર મહાદેવની મહાઆરતી કરી હતી. તેમણે શિવરાત્રીના દિવસે જ સૂરસાગર તળાવનું લોકાર્પણ કરીને મહાઆરતી કરી હતી.

(1:16 am IST)
  • કચ્છમાં પવનચકકીની ચાર કંપનીને દંડઃ ગેરકાયદે ચાલતી હોય ખાણ ખનીજ વિભાગે ૧.૭૫ કરોડનો દંડ ફટકાર્યો access_time 12:52 pm IST

  • વારિસ પઠાણના નિવેદનથી કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહ તથા આર જે ડી નેતા તેજસ્વી યાદવ લાલઘૂમ : 15 કરોડ મુસ્લિમો 100 કરોડ હિંદુઓને ભારે પડશે તેવા નિવેદનના કારણે ધરપકડ કરવા માંગણી : AIMIM તથા ભાજપ એકબીજાના પૂરક છે : ધાર્મિક કટ્ટરવાદ ફેલાવી નફરત પેદા કરતા હોવાનું મંતવ્ય access_time 7:59 pm IST

  • યુએસ કોર્ટનો કચ્છના માછીમારોને ઝટકો : મુંદરા ટાટા પાવર પ્લાન્ટની તરફેણમાં ચુકાદો : માછીમારો યુનાઈટેડ નિયમોના દાવામાં નિષ્ફળ : હવે ફેડરલ કોર્ટમાં અપીલ કરવાની તૈયારી access_time 2:15 pm IST