Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ડભોઇ પંથકમાં શિવરાત્રી મહા પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી : રુદ્રયજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

તમામ શિવાલયો માં ભાંગ,શકારીયા, બટાકાની પ્રસાદીનું વિતરણ

વડોદરા : જિલ્લાના ડભોઇ પંથકમાં શિવરાત્રી મહા પર્વની ભારે ઉત્સાહપૂર્વક લોકો દ્વારા ઉજવણી કરાઈ, ભગવાન શિવજીને સુખી અને સમૃધ્ધ જીવન માટે પ્રાર્થનાઓ કરી, સવારથી રુદ્રયજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

ડભોઇ પંથકમાં સંખ્યાબંધ શિવાલયો આવેલા છે આજે ભગવાન શિવજી ની પ્રિય રાત્રી એટલે મહાશિવરાત્રી હોય ભક્તો દ્વારા વહેલી સવારથી જ શિવ મંદિરો માં જઇ ભગવાન ની પૂજા અર્ચના કરી હતી ત્યારે તાલુકાના નર્મદા કિનારે આવેલ કરનાળી ખાતે વિવિધ ધાર્મીક વિધી વચ્ચે કુબેરેશ્વર કુબેરભંડારી મંદીર ખાતે શિવરાત્રી ઉજવાઇ હતી મોટી સંખ્યામાં દર્શનાર્થે આવેલ ભક્તો માટે ફળ આહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તમામ શિવાલયો માં વહેલી સવાર થી જ ભક્તો નું મહેરામણ ઉમટી પડ્યું હતું. તમામ શિવાલયો માં ભાંગ,શકારીયા, બટાકાની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

(12:35 am IST)