Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ખેતર વચ્ચેથી પસાર થતા રસ્તાની તકરાર જીવલેણ બની : ચાર ભાઈઓ તીક્ષણ હથિયારથી ભાઈની હત્યા કરીને ફરાર

ચારે પિતરાઈ ભાઈઓ ટ્રેકટર પર આવીને ગોવિંદભાઇ પર હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર

 

સમી તાલુકાના મુબારકપુરા ગામે પિતરાઈ ભાઈઓના આવેલ ખેતર વચ્ચેથી પસાર થતા રસ્તા મામલે ચાલતી તકરારનો કરુણ અંજામ આવ્યો છે  ભાઈ એ ભાઈની તિક્ષણ હથીયાર વડે હત્યા કરી ફરાર થઈ જવા પામ્યા છે. સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની હકીકત મેળવી ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે.

 સમી તાલુકાના મુબારકપુરા ગામે રહેતા ગોવિંદભાઈ ચૌધરી તેમજ તેમના પિતરાઈ ભાઈ હેમરાજ ભાઈ ચૌધરી, દેવજી ભાઈ ચૌધરી, મહાદેવભાઈ ચૌધરી, હરીભાઈ ચૌધરીના ખેતરો પાસે પાસે આવેલા હોવાના કારણે રસ્તે ચાલવા બાબતે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી. ત્યારે આજે   ગોવિંદભાઈ તેઓના ખેતરે જઈ રહ્યા હતા. તે સમયે તેમના ચારે પિતરાઈ ભાઈઓ ટ્રેકટર પર સવાર થઈ આવીને ગોવિંદભાઈ પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જવા પામ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી

 આ બાબતની સમી પોલીસને જાણ થતાં તે ઘટનાસ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ માટે સમી રેફરલ હોસ્પિટલ લાશને ખસેડી હતી. અને મૃતક ગોવિંદ ભાઈના પુત્ર ભરત ભાઈ ચૌધરીની ફરિયાદ મુજબ ફારર ચાર આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.

(12:26 am IST)