Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નમસ્તે ટ્રમ્પ ' કાર્યક્રમને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે વધુ બે રસ્તા સહીત નવ માર્ગોને ડાયવર્ઝન આપ્યું

વૈકલ્પિક રૂટ પાવરહાઉસ સર્કલ ધર્મનગર થઈ ઓએનજીસી રોડથી અંદરના માર્ગો ઉપર અવરજવર કરી શકાશે

 

અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના કાર્યક્રમને લઈ ટ્રાફિક પોલીસ વિભાગે મોટેરા સ્ટેડિયમ જતાં 7 રસ્તાને ડાયવર્ઝન આપ્યું હતું. જેમાં વધુ બે રસ્તાને ડાયવર્ઝન અપાયા છે. વધુ બે રસ્તાને પ્રતિબંધ કરાયા તેમાં પાવર હાઉસ સર્કલથી જનપથ-ટીથી વિસત સર્કલ થઈને સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ અને પાવરહાઉસ સર્કલથી જનપથ-ટીથી વિસત સર્કલ થઈ તપોવન સર્કલ સુધીના માર્ગ પર વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે.

માટે વૈકલ્પિક રૂટ પાવરહાઉસ સર્કલ ધર્મનગર થઈ ઓએનજીસી રોડથી અંદરના માર્ગો ઉપર અવરજવર કરી શકાશે. અને ચીમનભાઈ બ્રીજ થઇ પ્રબોધ રાવળ સર્કલ થઈ રાણીપ-ટી થઈ બલોલનગરથી જીએસટી ઓવરબ્રિજ થઈને જગતપુરા થઈ એસજી હાઇવે તરફ અવર-જવર કરી શકાશે.

પ્રતિબંધિત માર્ગમાં પાવર હાઉસ સર્કલથી જનપથ-ટી થી વિસત સર્કલથી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ બંધ રહેશે,પાવરહાઉસ સર્કલથી જનપથ-ટી થી વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીનો માર્ગ બંધ રહેશે જયારે  વૈકલ્પિક માર્ગમાં પાવરહાઉસ સર્કલ ધર્મનગર થઈ ઓએનજીસી રોડ થઈ અંદરના માર્ગ પર અવરજવર કરી શકાશે અને  ચીમનભાઈ બ્રીજ થઇ પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ-ટી, બલોલ નગર, જીએસટી ઓવરબ્રિજ, જગતપુરા થઈ એસજી હાઇવે તરફ ડાયવર્ટ કરાયો છે

(10:39 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ઉપર ચડાવવા માટે ચાદર મોકલી : ખ્વાજા મોઇનુદીન ચિસ્તીના 808 માં ઉર્ષ પ્રસંગે લઘુમતી પ્રતિનિધિ મંડળ દ્વારા આ ચાદર ચડાવાશે access_time 8:28 pm IST

  • વેરા વસૂલવા ભુજ સુધરાઈ ઢોલ વગાડશે :સોમવારથી બાકીદારોના દ્વારે વગાડશે ઢોલ : ઢોલ સાથે કામગીરીનો વિરોધ પક્ષનો વિરોધ : પાલિકાની ઢીલી નીતિથી રોષ ભભૂકયો access_time 2:17 pm IST

  • ટ્રમ્પની ભારતયાત્રા પહેલા કાશ્મીર ખીણમાં હાઈએલર્ટ : ૨૦૦થી વધુ આતંકીઓ સક્રિય : અમેરિકી રાષ્ટ્રપતિની હાજરી સમયે જ કાશ્મીરમાં મોટી આતંકવાદી ઘટના સર્જવા આતંકીઓ સજ્જન હોવાના અહેવાલો : જો કે સુરક્ષા દળોનો ભારે કડક બંદોબસ્તને લીધે આતંકીઓનો મનસુબો સફળ થતો નથી : એજન્સીઓના આ અહેવાલના પગલે કાશ્મીરમાં પૂરી સાવધાની રાખવામાં આવી રહી છે અને ઈન્ટરનેટ ઉપરનો સંપૂર્ણ પ્રતિબંધ આ જ કારણોસર હટાવવામાં આવ્યો નથી તેમ મનાય છે access_time 11:29 am IST