Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સુરતની સ્મીમેર હોસ્પિટલની બીમાર માનસિક્તાના આક્ષેપ સાથે કોંગ્રેસેનો હોબાળો

મહિલા કલાર્કની ભરતીમાં કપડા ઉતરાવીને ટેસ્ટ કર્યાના અને અંગત સવાલોન મામલે કડક પગલાની કરી માંગ

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં હંગામી મહિલા કલાર્કની ભરતીમાં કપડા ઉતરાવીને ટેસ્ટ કર્યાના તેમજ અંગત સવાલો કરાયા હોવાના આક્ષેપ બાદ સુરત કોંગ્રેસે હોબાળો કર્યો. જેમાં જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે 3 દિવસમાં તપાસ રિપોર્ટ સબમીટ કરવાની માંગ કરી છે.

   સુરત સ્મીમેર હોસ્પિટલની બીમાર માનસિક્તાના આક્ષેપ સાથે વિપક્ષ કોંગ્રેસે મોટો હોબાળો કર્યો હતો . યુથ કોંગ્રેસના આગેવાનોએ સ્મીમેર હોસ્પિટલમાં કલાર્કની ભરતી માટે વસ્ત્રો ઉતરાવીને ફિઝિકલ ટેસ્ટ કર્યાના મુદ્દે વાતાવરણને તંગ બનાવી દીધુ. જવાબદારો સામે કડકમાં કડક પગલા ભરવાની માંગ સાથે 3 દિવસમાં જ રિપોર્ટ સબમીટ કરવાની માંગ કરી. છે

હાલ તો સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓના મેડીકલ ટેસ્ટ કરવા બાબતે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થઈ શકે તે માટે કમિશનર દ્વારા સમિતિની રચના કરાઇ છે. જે 15 દિવસમાં કમિશનરને રીપોર્ટ રજુ કરે તેવો આદેશ કરાયો છે. ત્યારે આ રિપોર્ટમાં તો કેવી તલસ્પર્શી તપાસ થશે તે સવાલ છે. પરંતુ હાલમાં સ્મીમેર તંત્ર સામે સળગતા સવાલો સર્જાયા છે તે સવાલનો જવાબ કોણ આપશે તે મોટો સવાલ છે.

(10:27 pm IST)