Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજ્ય સરકારનો મોટો નિર્ણય :સરકારી નોકરીમાં આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોની વય મર્યાદામાં વધારો

ઇસીબી ઉમેદવારો 45 વર્ષ સુધી સરકારી નોકરી માટેનો લાભ મેળવી શકશે

ગાંધીનગર : રાજ્ય સરકારે મોટો નિર્ણંય કર્યો છે ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીમાં ભરતી માટે ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપી છે. આ નિર્ણયને પગલે હવે ઇસીબીના ઉમેદવારો 45 વર્ષ સુધી સરકારી નોકરી માટે ઉમેદવારી કરવાનો લાભ ઉઠાવી શકશે

  ગુજરાત રાજ્યમાં પાસ દ્વારા પાટીદાર અનામત આંદોલન.શરૂ કરાતાં રાજ્યમાં અનામતની આગ ઉઠી હતી. જેમાં છેવટે સરકારે તાજેતરમાં સવર્ણનો 10 ટકા અનામતનો લાભ આપતો નિર્ણય લીધો હતો. આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરી માટે વધુ એક રાહત આપતો નિર્ણય આજે ગુજરાતે સરકારે લીધો છે.

(10:25 pm IST)