Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અંકલેશ્વર જીઆઇડીસીના ઉદ્યોગપતિ પાસેથી ૧,૩૫ લાખની લાંચના છટકામાં જીએસટી ભરૂચના ઇન્સ્પેકટર રાકેશ પ્રસાદ ઝડપાયાઃ સેન્ટ્રલ સ્પેશીયલ ઇકોનોમિક ઝોન કચેરી (દહેજ)ના ગીતેશ પરીખ વતી લાંચ લીધી

રાજકોટઃ અંકલેશ્વર જીઆઇડીસીમાં આદિત્ય એન્ટરપ્રાઇઝ નામની ફેકટરીમાં સ્ક્રેપ ખરીદી અને વેચાણનો ધંધો કરતા ફરિયાદી પાસેથી આરોપી ગીતેશ પરીખ રાજેશ પ્રસાદ (જીએસટી ઇન્સ્પેકટર) દિનેશ અગ્નિહોત્રી, મોહિત મિશ્રા, તથા પ્રકાશ ઝા કે જેઓ દહેજમાં નોકરી કરે છે તેઓ દ્વારા ફોનથી ફરિયાદીને સ્કેપની ગાડી અટકાવી લાંચની માગણી કર્યાની ફરિયાદ એસીબીમાં કરી હતી.

આ ફરિયાદના આધારે વડોદરા એકમના એસીબીના મદદનીશ નિયામકના માર્ગદર્શન તથા વડોદરા એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક પી.એમ.પરમારના સુપરવીઝન હેઠળ વડોદરા ગ્રામ્ય એસ.પી. પી.આઇ આર એન દવેએ ગીતેશ પરીખ વતી લાંચ લેવા દહેજના જીએસટી ઇન્સ્પેકટર રાકેશ પ્રસાદને ૧,૩૫ લાખની લાંચના છટકામાં ઝડપી લીધેલ હતા.

એસીબીના વડા દ્વારા મોટા મગર મચ્છો નહી છોડાય તેવી જાહેરાતના પગલે આજે મોટુ છટકુ ગોઠવવામાં સફળતા મળી છે

(7:38 pm IST)