Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ભરૂચના વરેડિયા નજીક ટ્રક પાછળ ટેમ્પો ઘુસી જતા બે લોકોના કમકમાટીભર્યા મોત

ભરૂચના વરેડીયા નજીક ટેમ્પો ટ્રક પાછળ ઘૂસી જતા બે ના કરૂણ મોત નિપજયા હતા.મળતી વિગતર મુજબ નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા ગામ નજીક આગળ ચાલી રહેલી ટ્રક પાછળ એક ટેમ્પો ઘૂસી જતા બે લોકોના ઘટના સ્સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

 મળતી વિગત મુજબ ને.હાઇવે પર ભરૂચના વરેડિયા ગામ નજીક આવેલી હોટલ બલવાસા સામે ટેમ્પો નંબર જીજે – ૧૬ – એયુ ૬૩૦૧ ના ચાલકે આગળ ચાલી રહેલી ટ્રક નંબર જીજે – ૧૨ – બીટી ૭૦૯૬ માં ટેમ્પો ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પોમાં બેસેલા બે ઇસમો કે જેના નામ સરનામા જાણવા મળ્યા નથી તેઓને થયેલી ગંભીર ઇજાઓના પગલે બંને ઇસમોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

  જ્યારે ટેમ્પો ચાલકને ઇજા થતા તેને ૧૦૮ દ્ધારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માતમાં મોતને ભેટેલા બંને ઇસમોના મૃતદેહને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(6:33 pm IST)
  • કડક પોલીસ બંદોબસ્ત છતા શિક્ષકો સચિવાલય સુધી પહોંચી ગયાઃ ઉગ્ર સૂત્રોચ્ચાર વિપક્ષી નેતા પરેશ ધાનાણી પહોંચી રહ્યા છેઃ વાતાવરણ તંગ access_time 12:49 pm IST

  • અમે ધારા-370 હટાવવાના પક્ષમાં નથી :સમર્થન નહિ આપીએ :નીતીશકુમારની સ્પષ્ટ વાત :આ પહેલા કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે જહાનાબાદમાં ધારા 370 હટાવવા માંગ કરી હતી :બિહારના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે આતંકી ગતિવિધિ રોકવા માટે નિયંત્રિત કરવા માટે જમ્મુ-કાશ્મીરને વિશિષ્ટ અધિકાર આપનાર બંધારણની ધારા-370 હટાવવાની જરૂર નથી :અમે આ ધારા હટાવવાના પક્ષમાં નથી access_time 12:46 am IST

  • કાશ્મીરમાં આતંકવાદી હુમલાના પગલે-પગલે સુરક્ષા વ્યવસ્થામાં ભારે ફેરફાર : ગુજરાત વિધાનસભામાં તકેદારીના પગલા રૂપે મુલાકાતીઓના પ્રવેશ પાસ બંધ : પ્રવેશ પાસનું કાઉન્ટર જ બંધ કરી દેવામાં આવ્યું: સલામતીના ભાગરૂપે ભારે ચકાસણીઃ પોલીસ અને આઇબી સજ્જ access_time 12:05 pm IST