Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વાસદ: ધર્મજ ચોકડી નજીક સાઈડની બાબતે એસટી બસના ચાલકને ઠપકો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

વાસદ:વાસદ-તારાપુર રોડ ઉપર આવેલી ધર્મજ ચોકડી પર ગઈકાલે બપોરના સુમારે સાઈડની બાબતે ઈકો કારના ચાલક તથા તેની સાથે બે શખ્સોએ એસટી બસના ચાલકને માર મારીને કપડાં ફાડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ જતાં આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર વાસદ ખાતે રહેતા ધર્મેન્દ્રભાઈ મગનભાઈ પારેખ ખંભાત એસટી ડેપોમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે બપોરે તેઓ ખંભાતથી એસટી બસમાં મુસાફરો ભરીને વડોદરા જવા નીકળ્યા હતા. અઢી વાગ્યાના સુમારે ધર્મજ ચોકડીએ બસને ઉભી રાખીને મુસાફરો ઉતારી રહ્યા હતા ત્યારે પાછળથી એક નંબર પ્લેટ વગરની કાર આવી ચઢી હતી અને બસની આગળ ઉભી કરી દઈને ડ્રાયવરે નીચે ઉતરીને બસની ડ્રાયવર કેબિનમાં ચઢી જઈને ધર્મેન્દ્રભાઈની ફેંટ પકડી નીચે પાડી દીધા હતા અને કપડા ફાડી નાંખી બે-ત્રણ ઝાપોટ મારી દીધી હતી. દરમ્યાન કારમાંથી અન્ય બે શખ્સો પણ આવી ચઢ્યા હતા અને બસ ચલાવતા આવડે છે ?પહેલા નાની ગાડીને જવાનો રસ્તો આપવો પડે તેમ જણાવીને લાતોથી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ કારમાં બેસીને ભાગવા જતાં ડ્રાયવરે કારનો દરવાજો પકડી રાખ્યો હતો જો કે તેમ છતાં પણ કાર હંકારી મુકતા ડ્રાયવર ઢસડાયા હતા અને ગંભીર ઈજાઓ થવા પામી હતી. 

 

 

 

(5:55 pm IST)