Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

માતર તાલુકામાં સોલિડ વેસ્ટ લાવતા સાધનને રોકવા લોકોનો વિરોધ

માતર:તાલુકામાં આવેલ બે કંપનીઓ દ્વારા બહારનો કચરો લાવી સોલીડ વેસ્ટ બનાવવામાં આવે છે.આ બાબતે ભૂતકાળમાં લોક આંદોલન છેડાઇ ચુક્યુ છે.ત્યારે આજરોજ ફરી ગ્રામજનો દ્વારા સોલીડ વેસ્ટ  લાવતા સાઘનને રોકી વિરોધ કરવામાં આવ્યો છે.

માતર તાલુકાના નગરામાં અને ત્રાણજા ગામમાં સોલીડ વેસ્ટ પ્રોસેસ કરવા માટેની ફેકટરીઓ આવેલી છે.આ ફેકટરીઓમાં બહારથી સોલીડ વેસ્ટ કચરો લાવીને તેની પ્રોસેસ કરવામાં આવે છે.જેના કારણે નગરા, ત્રાણજા, અસલાલી, મરાલા,  લીંબાસી, માલાવાડા,માછીએલ,નાંદોલી તથા અન્ય ગામોમાં સોલીડ વેસ્ટની સખત દુર્ગધ ફેલાય છે. જેને કારણે ગ્રામજનોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીઓ સર્જાય છે અને  વિવિધ પ્રકારની ચામડીઓના રોગો થાય છે. 

 

 

(5:50 pm IST)