Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વડોદરામાં ગેસ બોટલમાંથી ચોરી કરી બરોબર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું

વડોદરા:ગેસ એજન્સીમાંથી ગ્રાહકોના ઘરે ડિલીવરી માટે નીકળતા ગેસ બોટલોમાંથી ગેસ ચોરી કરી ખાલી બોટલમાં ભરીને વેચી દેવાના ચાલતા નેટવર્કનો પીસીબી પોલીસે પર્દાફાશ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ૧૨૧ ગેસ બોટલો સહિત રૃપિયા ૩.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, અજબડી મીલ પાસે હરિહર એપાર્ટમેન્ટની પાછળ આવેલા ગોડાઉનમાં ગેસ રિફીલીંગનું કૌભાંડ ચાલતુ હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેના આધારે પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ પાડી હતી. ગોડાઉનમાંથી ચાર વ્યક્તિઓ મળી આવ્યા હતાં જ્યારે ગોડાઉન માલિક નિલેશ હરિશભાઇ કહાર તથા અન્ય નાસી છુટયા હતા.

 

 

 

 

 

 

(5:46 pm IST)