Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અમદાવાદમાં કાલથી પૂ.મોરારારીબાપુના વ્‍યાસાસને રામકથાઃ કસ્‍તુરબાજીને વંદના કરાશે

બાપુની ૧૫૦મી જન્‍મજયંતિ અંતર્ગત જીએનડીસીના મેદાનમાં આયોજન

અમદાવાદઃ નવજીવનના ઉપક્રમે તુલસી વલ્લભ નિધિ ટ્રસ્‍ટના સહયોગથી આવતીકાલે તા.૨૩ના શનિવારે સાંજે ૪:૩૦ કલાકે અને ૨૪ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સવારે ૯:૩૦ કલાકે અમદાવાદના જી.એમ.ડી.સી.ગ્રાઉન્‍ડમાં પૂ.મોરારીબાપુની રામકથાનું આયોજન થયું છે.

સમગ્ર વિશ્વમાં સત્‍ય અને અહિંસાના પૂજારી તરીકેની અદ્વિતીય ઓળખ ધરાવતા બાપુની ૧૫૦મી જન્‍મ જયંતીની આમ તો પૂરા વિશ્વમાં પરંતુ વિશિષ્‍ટ રીતે તો ભારતમાં ઉજવવા માટેની તૈયારીઓ અને આયોજનો ભારત સરકાર અને ગાંધી વિચારધારાને વરેલી સંસ્‍થાઓ જોરશોરથી કરી રહ્યાં છે.

સામાજીક જવાબદારી અને લોકસેવાના ઉદ્દેશ સાથે સમયાંતરે અમદાવાદની સંસ્‍કારિતાને છાજે એવી રીતે આપણે મળતા રહ્યાં છીએ. એવી જ રીતે પૂ.મોરારીબાપુ પણ સમયાંતરે અમદાવાદ શહેરમાં ‘રામકથા' દ્વારા સત્‍ય, પ્રેમ અને કરૂણાનો પ્રસન્‍નપ્રવાહ વહાવતા રહે છે. તા.૨૩ ફેબ્રુઆરી થી ૩ માર્ચ દરમ્‍યાન અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્‍ડમાં રામકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેનો ઉદ્દેશ કસ્‍તુરબાની વંદનાનો રહેશે.

રામકથા દરમ્‍યાન શ્રેતાઓની ભારે ભીડ- ટ્રાફિકની ગીચતાની સમસ્‍યાના નિરાકરણ, અતિથિઓને સત્‍કારવા માટે થનારા ભોજન- પ્રબંધની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. ગંદકીના નિવારણ માટે રોજે રોજ કચરાના નિકાલ માટે મંડપની બહાર અને રસોડા પાસે કચરાપેટીઓ અને જરૂરી અને રસોડા પાસે કચરાપેટીઓ અને જરૂરી અને યોગ્‍ય લાગે તો કીટાણુનાશક/ જંતુશાનક દવાનો છંટકાવની વ્‍યવસ્‍થા પણ કરેલ છે.

મંડપનું આંતરિક સુશોભન, પ્રકાશ વ્‍યવસ્‍થા, હવા- ઉજાસ, સ્‍વચ્‍છતા અને ભગવાન રામ અને ગાંધીજી તેમજ કસ્‍તુરબાના હિમાલય જેવા ઉંચા વ્‍યકિતત્‍વની ઓળખ આપતાં વાતાવરણનું સર્જન કરવામાં આવ્‍યું છે.

કથાના દિવસો દરમ્‍યાન દરરોજ સાંજે ૭:૩૦ કલાકે દિનદયાળ હોલ, સિંધુભવન રોડ ખાતે કલાકારોના સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવેલ છે.

(4:07 pm IST)