Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સરકારની ફિકસ પગારદારોને નોટીસ સામે યુનિયન મેદાનેઃ કોઇને છૂટા નહી કરી શકેઃ હાઇકોર્ટનો સ્‍ટે છે

એસટીના યુનિયને રાજયભરના ડીસીને સ્‍ટેની નકલ બપોરે મોકલી દિધી... અમને હજુ મંત્રણા માટે બોલાવ્‍યા નથીઃ શિક્ષકોને બોલાવ્‍યા છેઃ ઇંદૂભા

રાજકોટ તા. રર : સરકારે - મેનેજમેન્‍ટે એસ.ટી.ના રપ૦૦ જેટલા ફીકસ પગારદારોને હડતાલમાં જોડાવા અંગે નોટીસો ફટકારતા અને ર૪ કલાકમાં હાજર નહી થાય તો છૂટા કરી દેવાશે તેવી ચેતવણી આપતા એસ.ટી.ના ત્રણેય યુનિયનના આગેવાનો લાલઘુમ બન્‍યા છે.

દરમિયાન આ બાબતે યુનિયન અગ્રણી શ્રી ઇંદૂભાએ અકિલા' ને અમદાવાદથી જણાવ્‍યું હતું કે, કોઇપણ ફીકસ પગારદારને એસ. ટી. તંત્ર છૂટા નહિ કરી શકે, એવો હાઇકોર્ટનો બે વર્ષ પહેલાનો સ્‍ટે છે, અને આ સ્‍ટેની નકલ અમે રાજયભરના તમામ ૧૬ એસ. ટી. ડીવીઝનના ડીવીઝનલ નિયામકને આજે બપોરે ર સુધીમાં મોકલી આપી છે.

તેમણે ઉમેર્યુ હતું કે, કોઇપણ ફીકસ પગારદારને એમ નોટીસથી છૂટા ન કરી શકાય, પહેલા ખુલાસો પુછો જે તે નોકરીયાતનો જવાબ લો-ચાર્જશીટ કરો પછી બધુ થાય, પરંતુ હાઇકોર્ટનો સ્‍ટે છે. અને તે સંર્દર્ભે સ્‍થાનીક અગ્રણીઓ મારફત દરેક ડીસીને સ્‍ટેની નકલ આપી દેવાઇ છે.

શ્રી ઇંદૂભાએ ઉમેર્યુ હતું કે, સરકારે ત્રણ મિનીસ્‍ટરોની કમીટી બનાવી છે, પ્રાથમિક શિક્ષકોને હાલ અત્‍યારે બોલાવ્‍યા છે, અમને હજુ નથી બોલાવ્‍યા, અમારી લડત - હડતાલ હાલ ચાલુ છે.

(3:33 pm IST)