Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

શ્રી સ્વામિનારાયણ યાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, સમથાણા, સુરતનો વિશ્વ મંગલ મહોત્સવને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે ઉજવાયો : સાહિત્યકારોને સન્માનિત કરાયા ભૂતનિબંધ-ગુજરાતી ગદ્યનો પ્રથમ ગ્રંથ અને હુન્નર ખાનની ચઢાઇ પુસ્તકોનું વિમોચન કરાયુ : છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમલન યોજાયું

સુરત :  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્થામીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિર-સરથાણા, સુરતના વિશ્વ મંગલ મહોત્સવ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાયો. આ પ્રસંગે સાહિતયકારોને સન્માનિત કરાયા હતા.

'ભૂતનિબંધ' - ગુજરાતી ગદ્યનો પ્રથમ ગ્રંથ અને હુન્નર ખાનની ચઢાઇ પુસ્તકોનું વિમોચન પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું સાથે સાથે ત્રિદિવસીય વિશ્વ મંગલ મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ે

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે તમામ ભાષાઓમાં માતૃભાષા સર્વોત્તમ છે. માતૃભાષાની મહેંક દરેકના જીવનમાં મહેંકી ઉઠે. અજોડ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાને સૈકાઓ પૂર્વ આહલેક જણાવેલી તેના પરિપાક રૂપે વચનામૃત ગ્રંથ કે જે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણીની ભેટ ધરી છે. આ તળપદી ભાષામાં રચાયેલ ગ્રંથ કે જેમાં લેવામાં આવ્યો છે. આની વિશિષ્ઠતા એવી છે કે આનો એક પણ શબ્દ અંગ્રેજી કે બીજી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો નથી.

શ્રી સ્વામિનારાયણ ગાદીમાં વિદેશમાં જયાં જયાં મંદિરો આવેલા છે ત્યાં સામાજીક કાર્યોની સુવિધા માટે માતૃભાષાને જ અગ્રીમતા આપવામાં આવે છે. ગળતૂંથીમાંથી જ માતૃભાષાનું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે અનેક વિધ સવલતો પણ બાળકોને પુરી પાડવામાં આવે છે.

છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમલન પણ યોજવામાં આવ્યું હતું.

શ્રી રાજેશભાઇ ધામેલીયાએ સભા સંચાલન કર્યુ હતું.

(3:25 pm IST)