Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ખેત જમીન ટોચ મર્યાદા ધારામાં સુધારોઃ પાંજરાપોળ, ગૌશાળાના કિસ્સામાં ટ્રસ્ટ નોંધણી મુદત માફ

સાર્વજનિક હેતુ માટે છુટછાટનો સરકારનો નિર્ણય

 ગાંધીનગર તા.રરઃ ગુજરાત ખેત-જમીન ટોચમર્યાદા અધિનિયમ, ૧૯૬૦, અન્ય હેતુઓ પૈકી સાર્વજનિક હિત શ્રેષ્ઠ રીતે સાધી શકાય તે માટે ગુજરાત રાજ્યમાં અમુક મર્યાદાથી વધુ ખેતીની જમીન રાખવા પર નિયંત્રણ લગાવે છે. તેમાં સરકારે આજે નોંધણી માફીનો ખરડો ગૃહમાં રજુ કર્યો છે.

સદરહું અધિનિયમની કલમ ૩ની પેટા-કલમ (૧)ના વિદ્યમાન ખંડ (ઘઘઘ) એવી જોગવાઇ કરે છે કે પાંજરાપોળ અથવા ગૌશાળાના નિભાવ માટે ઉપયોગમાં લેવાતી જમીનો, જેને ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ હેઠળ સાર્વજનિક ટ્રસ્ટ તરીકે રજિસ્ટર થયેલી જાહેર ધાર્મિક સંસ્થાની મિલ્કત હોવાને કારણે અથવા નિર્દિષ્ટ તારીખથી એક વર્ષની મુદતની અંદર સદરહું અધિનિયમ હેઠળ એવા સાર્વજનિક ટ્રસ્ટ તરીકે રજિસ્ટર કરેલ હોય તો નિર્દિષ્ટ તારીખની તરત જ પહેલાં આ અધિનિયમની જોગવાઇઓમાંથી માફી આપવામંા આવી હતી. તેમ છતાં, પશુઓના કલ્યાણ માટે કામ કરતા હોવા છતાં, કેટલાક ટ્રસ્ટો જે નિયત સમયમાં રજિસ્ટર થયેલા ન હોય તેમને કલમ ૩ની પેટા- કલમ (૧) ના ખંડ (ઘઘઘ) હેઠળ માફી આપવામાં આવતી નથી. તેથી, આવા સંસ્થા માટ ેઅલગ અલગ સાર્વજનિક ટ્રસ્ટની રજિસ્ટ્રેશન માટેની મુદત માફ કરવા માટે સદરહું જોગવાઇ સુધારવા ધાર્યું છે. તેમ વિધેયકમાં જણાવાયું છે.(૧.૧૩)

 

(3:03 pm IST)