Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજકોટ આર.ટી.ઓ.માં ૧ વર્ષમાં ૧૧૩૦૬૩ વાહન નોંધાયા

ગાંધીનગર તા.રર : રાજકોટ આરટીઓ કચેરીમાં નવા નોંધાયેલા વાહનો અંગે રાજકોટ પુર્વના અરવિંદ રૈયાણીના પ્રશ્નના ઉતરમાં વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે રાજકોટ આર.ટી.ઓ. કચેરી ખાતે તા.૩૧-૧ર-ર૦૧૮ની સ્થિતીએ છેલ્લા એક વર્ષમાં ૧,૧૩,૦૬૩ નવા વાહનોની નોંધણી કરવામાં આવી છે. આ વાહનોના રજીસ્ટ્રેશનથી આ સમય ગાળા દરમિયાન રૂ.૧૦૯.૩૬ કરોડની આવક થઇ છે. (પ૧.૧૭)

 

(3:01 pm IST)